તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કેસમાં ઘટાડો:શિનોર તાલુકામાં સતત ચોથા દિવસે કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો

શિનોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો સહિત સરકારી કર્મચારીઓ માસ્કર વગર જોવા મળે છે

શિનોર તાલુકામાં આજે સતત ચોથા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા એન્ટિજનના 30 સેમપલો લેવાયેલ તે તમામ નેગેટિવ આવેલા છે. જ્યારે 140 Rtpcrના સેમ્પલ લઈ વડોદરા તપાસ માટે મોકલી આપ્યા છે. તા 31 મેના 103, 1 જૂનના 83 અને 2 જૂનના 103 Rtpcrના ટેસ્ટનું રિઝલ્ટમાં પણ તમામ નેગેટિવ આવેલા છે. શિનોર તાલુકાના આરોગ્યતંત્ર દ્વારા શિનોર પીએચસીમા 10, સાધલી પીએચસીમાં 10 અને સીમળી પીએચસીમાં 10 એન્ટિજન ટેસ્ટ કરવામાં આવેલ તે તમામ નેગેટીવ આવેલા છે. જ્યારે 31 મેથી 2 જૂન સુધીના કુલ 289ના Rtpcrના ટેસ્ટિંગનું વડોદરાથી રિઝલ્ટ આવતા તે પણ તમામ નેગેટિવ આવેલા છે.

આમ શિનોર તાલુકામાં છેલ્લા 4 દિવસથી આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલ એન્ટિજન અને Rtpcr કોરોનાના ટેસ્ટ નેગેટિવ આવેલ છે. જે તાલુકવાસીઓ માટે રાહતના સમાચાર છે. છેલ્લાં 15 દિવસથી કોરોના કેસો સતત ઘટતા જઇ, અને છેલ્લા 4 દિવસથી એક પણ કોરોનાનો કેસ નહીં આવતા હાલમાં લોકો બફિકરા થઈ માસ્ક વગર ફરતા જોવા મળે છે.

તેમજ સરકારી ઓફિસોમાં પણ અરજદારો તેમજ અધિકારીઓ અડધા માસ્ક તો કોઈ માસ્ક વગર જ જોવા મળે છે. પહેલા સરકારી અધિકારીઓ દ્વારા વારંવાર લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટેની સમજણ અપાતી હતી. પણ હવે સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માસ્ક વગર જોવા મળે છે. તેમજ લોકો પણ બજારોમાં બસસ્ટેન્ડ પર માસ્ક વગર ફરતા જોવા મળે છે. આવા બિન જવાબદારો સામે પોલીસ લાલ આંખ કરશે ખરી?

અન્ય સમાચારો પણ છે...