સમસ્યા:સાધલીમાં દૂષિત કચરાના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત

સાધલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી

શિનોર તાલુકાનુ સૌથી મોટુ સેન્ટરનુ સાધલી ગામ આવેલું છે. તેમા પણ પંચાયતની સારામા સારી આવક છતા પણ ગામમા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. કચરાની દુગઁધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી હેરાન છે. સરકાર દ્વારા શનિવારે ગાંધી જયંતી નિમિત્તે ગામે ગામ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હાજર રહેલા અધિકારીઓ, તલાટી, સરપંચ અને હાજર ગ્રામજનોની હાજરીમા સ્થાનીક રહિશોની સહિ સાથે લેખિત રજૂઆત કરવા આવી છે.

સાધલી ગામે પુનમનગર, સરદાર નગરના રહિશો દ્વારા અગાઉ કોલેજની પાછળના ભાગે ભરાડીયાની નેરમા જવાના રસ્તાની આજુબાજુ કચરાના કારણે પારાવાર ગંદકી ફેલાયેલી છે. તેમા સુકો અને ભીનો કચરો નાખવામા આવે છે. જેના કારણે ખુબ જ દુગઁધ મારે છે. કોલેજની પાછળના ભાગે કચરાની દુગઁધમાંથી મુકત કરાવે. જેથી રોગચાળાને આમંત્રણ આપતિ ગંદકી તાત્કાલિક દુર કરાવે. તેમજ અવાખલ રોડથી ભરાડીયાની નેરમા થઈ ખેડૂતોને જવા-આવવામા ખુબ જ તકલીફ પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...