તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:શિનોર તાલુકામાં કેળાંની લલણીની સિઝન શરૂ થતાં ખેડૂતોમાં આનંદ

શિનોરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકામાં આ વર્ષે 300 એકરમાં કેળાંનું વાવેતર કરાયું હતું
 • કેળાંનો ભાવ એક મણના 200 રૂપિયા મળતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા

શિનોર તાલુકામાં ખેતી આધારિત રોજગારી છે. શિનોર તાલુકામાં રોકડિયા પાક કપાસ અને કેળાની વાવણી મોટા પ્રમાણમાં થાય છે. શિનોર તાલુકામાં આ વર્ષે આશરે 3000 એકરમાં કેળાંનુ વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી કેળાંની લલણીની સિઝન તાજેતરમાં શરૂ થતા કેળાંનો ભાવ એક મનના 200 રૂપિયા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપેલ છે. સીઝનના પ્રારંભમાં કેળાંનો ભાવ સારો મળેલ છે. આગામી દિવસોમાં ચૈત્ર માસના નવરાત્રી અને રમજાન મહિનો આવે છે. જેમાં કેળાંનુ વેચાણ મોટી માત્રામાં થાય છે.

શિનોર પંથકના કેળાં માત્ર ગુજરાત નહીં પરંતુ પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં મોટાપાયે નિકાસ થાય છે. આ વર્ષે કેળાંની ખેતી કરનાર ખેડૂતોના મતે કેળાંનો પાક સારો ઉતરવાની વકી છે. આગામી દિવસોમાં કેળાંનો ભાવ વધે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. આ વર્ષે ખેતીના રોકડિયા પાક કપાસ અને મરચીના માલનો ઉતારો ઘણો ઓછો થતાં ખેડૂતોને નિરાશા વ્યાપી હતી. પરંતુ કેળાંનો ભાવ સારો મળે અને કેળાંનું ઉત્પાદન મોટી માત્રામાં થાય તેવો ખેડૂતો આશા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો