તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ટેસ્ટિંગ:શિનોર તાલુકામાં 11 દિવસથી તંત્રના કોરોના ટેસ્ટિંગમાં દરેક ટેસ્ટ નેગેટિવ

શિનોર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો કે તંત્ર દ્વારા Rtpcrના સેમ્પલોનું રીઝલ્ટ છુપાવાઈ રહ્યું છે

શિનોર તાલુકામાં છેલ્લા 11 દિવસથી આરોગ્ય તંત્રના કોરોના ટેસ્ટિંગમાં દરેક નેગેટીવ આવતા તાલુકામાંથી કોરોનાની બીજી લહેર પૂરી થઈ રહી છે. જોકે તંત્ર દ્વારા Rtpcrના સેમ્પલોનું રીઝલ્ટ છેલ્લા ચાર દિવસથી છૂપાવવામાં આવે છે. પુનિયાદમાં માતા-પુત્રી ખાનગીમાં પોઝિટિવ હતા. આજે આરોગ્યતંત્ર દ્વારા લેવાયેલ 30 એન્ટીજન નેગેટીવ આવેલા છે.

શિનોર તાલુકાના આરોગ્યતંત્ર દ્વારા શિનોર સાધલી અને સીમળી પીએચસી દ્વારા 10 લેખે કુલ 30 એન્ટીજન ટેસ્ટિંગ કરેલા તે નેગેટીવ આવેલા છે અને Rtpcrના 99 સેમ્પલ વડોદરા તપાસ માટે મોકલેલા છે. શિનોર તાલુકામાં Rtpcrના ટેસ્ટની પોલ બહાર આવતા છેલ્લા ચાર દિવસથી શિનોર તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા Rtpcrના ટેસ્ટ પોઝિટિવ કે નેગેટિવ તેની માહિતી છુપાવવામાં આવી રહી છે.

તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ દ્વારા લેખિતમાં સરપંચ તલાટીને માહિતી આપવાનું પાલન થયા પછી હાલમાં ટી.એચ.ઓ ગોહિલ રજા પરથી પરત હાજર થયા પછી માહિતી આપવામાં ગલ્લા તલ્લા થાય છે. આરોગ્ય તંત્ર કામગીરીમાં પારદર્શકતા લાવી સાચી માહિતી આપે એવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...