જાહેરનામું:શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનો ધમધમાટ

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં કુલ 61 મતદારો છે અને 10 ઝોનમાં ચૂંટણી થનાર છે

શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડ મુકામ સાધલીના સહકારી મંડળીઓના 10 પ્રતિનિધિઓ ચૂંટવા માટે ચૂંટણી સત્તાધિકારી કમ નાયબ કલેક્ટર કરજણ દ્વારા જાહેરનામું બહાર પડાયેલ તે મુજબ તા.23થી 27 મે બપોરના ત્રણ સુધી ઉમેદવારીપત્રો રજૂ કરવાના હતા.

આ ચૂંટણીમાં કુલ 61 મતદારો છે અને 10 ઝોનમાં ચૂંટણી થનાર છે. આજે કુલ 18 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.30 મે ના રોજ 11 કલાકે મામલતદાર કચેરી શિનોર મુકામે થશે. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની તા.31 મે 2022 બપોરના ત્રણ કલાક સુધી રહેશે, ત્યાર પછી તા.1 જૂન 2022ના રોજ હરીફ ઉમેદવારો ની આખરી યાદી પ્રસિદ્ધ થશે અને મતદાનની જરૂર પડશે તો તા.10 જૂન 2022ના રોજ સવારના 9 કલાકથી બપોરના 3 કલાક સુધી સાધલી મુકામે ધી શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ઓફિસમાં કરવામાં આવશે.

મતદાન પૂર્ણ થયા બાદ તુરત મત ગણતરી પૂરી થતાં સુધી કરવામાં આવશે અને પરિણામ બહાર પાડવામાં આવશે. આ ચૂંટણીમાં તાલુકાના કહેવાતા સહકારી આગેવાનોની અગ્નિ પરીક્ષા થશે. આ અગાઉ 3 વ્યક્તિ પ્રતિનિધિઓ બિનહરીફ જાહેર થયેલા છે.

સહકારી કાયદા મુજબ જે ઉમેદવારોની લાયકાત તથા જે મંડળીમાંથી ઉમેદવારી કરી છે તે ધારાધોરણ મુજબ નહીં હોય તો ફોર્મ રદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને સહકારી આગેવાનોમાં કાયદાની કેટલી જાણકારી છે તે બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...