તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમી રોડ:સાધલી-શિનોર રોડના નાળાની બંને સાઈડો બેસી જતાં ચાલકો પરેશાન

સાધલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદમાં જ નાળામાં તિરાડો પડી તૂટી જતાં જોખમી બન્યું

સાધલીથી શિનોરનો રાજ્ય માર્ગ પરના મીઢોડ નજીક ગત ચોમાસાની ઋતુ પહેલાં પાકા નાળાનું બાંધકામમાં લાખો રૂપિયાના ખર્ચે કરાયું હતું. પ્રથમ વરસાદમાં જ આ નાળુ તીરાળો પડી તૂટી જતા જોખમી બન્યું હતું. જે બાદ તંત્ર દ્વારા પ્રાથમિક તબક્કે છુટા પથ્થરો પાથરી કામગીરી કરાઈ હતી બાદ એક વર્ષનો સમયગાળો વીતી જવા છતાં પણ હવે નજીકના સમયમાં જ ચોમાસાની ઋતુ શરૂ થવાની એંધાણ છે કેમ. છતાં આજદિન સુધી આ નાળાનું સમારકામ યોગ્ય રીતે પાકુ પેચ વર્ક કરીને કરાયું નથી. આ બાબતે અનેક રજૂઆત કરાઇ હોવા છતાં પણ આ નાળાનું બાંધકામ કરનારી એજન્સીના પેટનું પાણી પણ હલ્યું નથી. અને આ બાબતે જવાબદાર તંત્ર પણ એજન્સી પાસે આ કામ કરવામાં નિષ્ફળ રહી છે. તે પણ એક મોટો સવાલ છે.

એક વર્ષથી નજરે જોવાથી આ સમસ્યા હલ કરવામાં એજન્સી અને તંત્ર અને આમ નિષ્ફળ રહ્યા છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય સહિત ચૂંટાયેલા લોક પ્રતિનિધિ લાખો રૂપિયાના સરકારી ખર્ચા બાદ ઉભી થયેલી આ સમસ્યા નિવારવામાં પારદર્શિતા દાખવશે. અગાઉ પણ આ નાળા બાબતે રજુઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહિ કરવા આવતી નથી. જેના કારણે સમગ્ર પથંક વાહનચાલકોમા રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...