તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:શિનોર તાલુકામાં નકલી પોલીસ ફરતી હોય તેવી રહીશોમાં ચર્ચા

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ પીતા 4 લોકો પાસે પોલીસનો દમ મારી રૂપિયા ખંખેર્યા
  • સાદા ડ્રેસમાં બે જવાનોએ ડી સ્ટાફની ઓળખ આપી હતી

શિનોર તાલુકામાં અસલી-નકલી પોલીસનું ભૂત ફરી સવાર થયું છે. સાધલીથી તેરસા જવાના માર્ગ પર ખેતરમાં દારૂની મહેફિલ માણી રહેલા ચાર મિત્રો પાસેથી પોલીસનો દમ મારીને રૂપિયા ખંખેર્યા હતા. સાધલીથી તેરસા જવાના માર્ગ પર એક ખેતરમાં 4 મિત્રો ભેગા મળી વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. મિત્રો પાસેથી પોલીસ હોવાનો દંમ મારી તોડપાણી કરી પલાયન થવાના કિસ્સામાં શિનોર પોલીસ અજાણ હોય તેમ લાગે છે. શિનોર તાલુકામાં અસલી નકલી પોલીસને ભૂત પુન: સવાર થતાં ચકચાર મચી છે.

કુલ ચાર મિત્રો ભેગા મળીને વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ સમયે એકાએક સાદા ડ્રેસમાં બે જવાનો આવી જઈ પોતે ડી સ્ટાફ પોલીસ હોવાની ઓળખ આપી હતી. ભાગવાનો પ્રયાસ કરી રહેલા ચારેય મિત્રોને ઝડપી પાડ્યા બાદ એક મળતિયાના માધ્યમથી કેસ નહીં કરવાનું જણાવી વ્યવહાર સમજી લેવાનું જણાવતા તોડપાણીની વાત બહાર આવી છે. જે બાબતે સાધલી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતાં દારૂ પીધેલા પકડાયો હોય એવો કોઈ ગુનો નોંધાયો નથી તેવું જણાવતા દારૂની મહેફિલ માણી રહેલા મિત્રો પાસેથી નાણાં ખંખેરી થયાનો કિસ્સો હાલ ટોક ઓફ ધી ટાઉન બનેલ છે.

પોલીસની છબી લાંછન લગાવતા અવાર નવાર બની રહેલા કિસ્સામાં પૈકી તાજેતરમાં બનેલો આ કિસ્સોની તપાસ જિલ્લા પોલીસ કરાવે તો સાચી હકીકત સપાટી પર આવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકામાં નકલી પુરવઠા અધિકારી. નકલી પત્રકારો. નકલી નેતાઓ તેમજ પોલીસના નામે નાણાં ખંખેરી ગુનાઓ આચરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસ તંત્ર સજાગ બની સત્ય હકીકત સામે લાવે તેવી માગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...