તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:શિનોરમાં કપાસ વેચવા CCIનું કેન્દ્ર શરૂ ન થતાં ખેડૂતોને મુશ્કેલી

શિનોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અડધી સિઝન પૂરી થઇ છતાં કપાસની ખરીદી થઇ નથી
 • ખેડૂતોને પોતાના માલના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી

કૃષિ આધારિત રોજગારી ધરાવતા શિનોર તાલુકામાં કપાસનું વાવેતર મુખ્ય પાક તરીકે સૌથી વધુ થાય છે. તાલુકામાં ખરીફ પાકના કુલ વાવેતરના આશરે 35 ટકા જેટલું કપાસનું વાવેતર થાય છે. ભૂતકાળમાં કાનમ વિસ્તારનું કપાસનું આજનું કેન્દ્ર ગણાતા શિનોર તાલુકામાં ચાર સહકારી જીનો કાર્યરત હતી પરંતુ સમય સંજોગોમાં આજે જીનો કાર્યરત નથી. પરંતુ કપાસનું ઉત્પાદન શિનોર તાલુકામાં યથાવત છે.

વડોદરા જિલ્લામાં કપાસના ઉત્પાદનમાં મોખરે રહેતા શિનોર તાલુકામાં કપાસની વાવણી કરતા ખેડૂતો આ વર્ષે શિનોર તાલુકામાં CCIનું કેન્દ્ર શરૂ ન થતાં ખેતીની અડધી સીઝન વિતવા છતાં સીઆઈએ કેન્દ્રના અભાવે વેપારીઓના હાથે લૂંટાઇ રહ્યા છે. સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવ 200 રૂપિયા નક્કી કરેલા છે. જ્યારે શિનોર તાલુકામાં આજ દિન સુધી વેપારીઓ દ્વારા ટેકાના ભાવે એક પણ ક્વિન્ટલ કપાસની ખરીદી થઈ નથી. શિનોર તાલુકાના ખેડૂતો પોતાના માલના પોષણક્ષમ ભાવ મેળવી શકતા નથી અને તાલુકામાં કપાસનું માતબર ઉત્પાદન છે છતાં સીસીઆઇ કપાસનું ખરીદ કેન્દ્ર શરૂ કરતું નથી. હજારો ખેડૂતોને ટેકાના ભાવે કપાસ ના વેચાતા લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો