તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:શિનોર તાલુકા પંચાયતની સભામાં વિકાસના કામોને બહાલી અપાઈ

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકા પંચાયતમાં સોમવારે સામજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ તેમજ સામાન્ય સભા પંચાયતના સભાખંડ માં યોજાઈ હતી.જેમા તમામ તા.પ.સદસ્યો અને બંને જિલ્લા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

શિનોર તાલુકા પંચાયતમાં સોમવારે તા.28 જૂનના રોજ 11:30 કલાકે સામાજિક ન્યાય સમિતિ અને 12:30 કલાકે કારોબારી સમિતિની પ્રથમ બેઠક મળી હતી. જેમાં ગત સભાના ઠરાવ અને કામોની બહાલી આપી એજન્ડા પ્રમાણે તમામ કામોની ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરે 1:30 કલાકે પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં તા.પ. ઉપપ્રમુખ સહિત તમામ તાલુકા પંચાયત સદસ્ય અને શિનોર અને સાધલી બેઠકના જિલ્લા પંચાયત સદસ્યો અને ભાજપા સંગઠનના પ્રમુખ ચંદ્રવદન પટેલ તેમજ તાલૂકા વિકાસ અધિકારી સહિત પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગત સભાના તમામ ઠરાવોને સર્વાનુમતે બહાલી આપી એજન્ડા પરના તમામ કામોની ચર્ચા કરી વિકાસના કામો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યા હતા. પ્રમુખ સ્થાનેથી પ્રમુખ સચિન પટેલે તાલુકા પંચાયત ભવન નવીન બનેલ છે. પરંતુ ફર્નિચર હજુ પણ જૂનું છે તો નવીન ફર્નિચરની સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા પંચાયતની બાંધકામ ખાતાની કચેરીના અધિકારી ડી. ઇને હાલમાં તાલુકા પંચાયતની સંરક્ષણ દીવાલ પડી ગઈ હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા પંચાયતનો રોડ તેમજ અધૂરી કામગીરી પુરી કરાવવા રજૂઆત કરવામાં આવી હતી.

સરકાર દ્વારા કોરોનામાં એસ. સી. કેેટેગરીમાં કોરોના લગત ઘરના મોભીનું અવસાન થયેલ હોય અને તે કુટુંબની આવક 3 લાખ કરતા ઓછી હોય તો સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરેલ છે. તો શિનોર તાલુકામાં આવા કેટેગરીના કોઈ લાભાર્થી રહી ના જાય તે માટે કર્મચારીઓને સર્વે કરવા તેમજ ચૂંટાયેલા પંચાયત સદસ્યોને પણ સહાય થવા સચિન પટેલે જણાવ્યું હતુ. જ્યારે ભાજપાના સગઠનના પ્રમુખ ચંદ્રવંદન પટેલે તાલૂકામાં વેક્સિનેશન ઝડપી કરાવવા પર ભાર મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...