તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:શિનોર પોલીસના વાર્ષિક ઇસ્પેકશનમાં ડભોઇની મુલાકાતે નાયબ જિલ્લા પોલીસ વડા

શિનોર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોક દરબારમાં પોલીસની કામગીરી બાબતે સૂચનોની આપ લે કરી

શિનોર પોલીસ મથકના વાર્ષિક ઇસ્પેકશન અંતર્ગત આજ રોજ નાયબ જિલ્લા પોલીસ વડા ડભોઇ દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરી અને કર્મચારીઓની રજુઆત તેમજ ગામ અને તાલુકાના અગ્રણીઓ સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે લોક દરબારમાં પોલીસની કામગીરી બાબતે સુચનોની આપ લે કરી હતી. શિનોર પોલીસ મથકનું વાર્ષિક ઇસ્પેકશન છેલ્લા સાતેક દિવસથી ચાલતું હતું. બુધવાર તારીખ 9 જૂને નાયબ જિલ્લા પોલીસવડા કે.વી. સોલંકી તેમજ પ્રોબેશનલ નાયબ જિલ્લા પોલીસવડા અમી પટેલે શિનોર પોલીસ મથકની મુલાકાત લીધી હતી.

શિનોર પોલીસ દ્વારા પરેડ કરી સલામી આપી હતી. ત્યારબાદ જરૂરી કાગળો તેમજ કેસોની પ્રોગ્રેસની માહિતી લઇ ચકાસણી કરી હતી. અને શિનોર પોલીસ કર્મચારી સાથે મિત્રતા ભાવે તેમની રજુઆત સાંભળી, જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ તાલુકાના અગ્રણીઓ તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ સહિત ગામ આગેવાનો સાથે સોશિયલ ડિસ્ટન્સનો ખાસ અમલ કરી લોકદરબાર યોજાયો હતો. અગાઉના લોકદરબારમાં શિનોર ગામમાં સીસીટીવી કેમેરા નાખવાની સચિન પટેલ દ્વારા બાંહેધરી લીધી હતી.

તે મુજબ સરકારી ગ્રાન્ટ મંજુર કરાવી ગામમાં સીસીટીવી કેમેરા નંખાઈ ગયા હોય, સૌ અગ્રણીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. ડીવાયએસપી દ્વારા પોલીસની કામગીરી વિષે તેમજ અન્ય રજુઆત બાબતે પૂછતાં ઉપસ્થિત સૌએ સ્થાનિક પોલીસ તરફથી સારો પ્રતિસાદ તેમજ કોરોનાને લઈ લોકડાઉનમાં સહકારભરી કામગીરીના વખાણ કર્યા હતા. તાલુકા પ્રમુખ સચિન પટેલ દ્વારા શિનોર પોલીસ મથકની સબ જેલ ના હોય નવી બનાવવાની રજુઆત કરી હતી. ડીવાયએસપી કે.વી.સોલંકીએ આ બાબતે નોંધ લઇ ઘટતું કરવાની હૈયાધારણાં આપી હતી. ત્યારબાદ શિનોર પોસઇ વી.એસ. ગાવીતે હાજર સૌ અગ્રણીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...