રજૂઆત:સાધલીની કોરોનામાં બંધ કરેલ ST બસો પુનઃ ચાલુ કરવા માગ

શિનોર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈ-નારેશ્ર્વર-ડભોઈ વાયા સેગવા-સાધલી-કુરાલીના રૂટની બસ બંધ છે
  • વડોદરા વિભાગીય નિયામક-TDOને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં

શિનોર તાલુકામાં સાધલી પથંકના એસ.ટી.ના રૂટો જે કોરોના કાળમાં ચાલુ હતા. તે તમામ રૂટો કોરોના ગયા પછી સદંતર બંધ કરી દેતા શિનોર સાધલી પંથકમાં એસટી તંત્ર સામે રોષ વ્યાપેલ છે. કોરોના સમયે કરજણ વાયા સાધલી થઈ ડભોઈના અગાઉ ત્રણ ટાઈમના રૂટો રેગ્યુલર ચાલતા હતા. તે જ રીતે ડભોઇથી માજરોલ વાયા પુનિયાદના ચાર ટાઈમ ચાલતા હતા અને આજે વાયા પુનિયાદ એક પણ એસ.ટીનો રૂટ ચાલતો નથી અને ડભોઇથી બાણજની નાઇટ બસ રેગ્યુલર ચાલતી હતી. જે કોરોના ગયા પછી સદંતર બંધ કરેલ છે.

તદુપરાંત ડભોઇથી નારેશ્વર જે અગાઉ સવારના 8 -15 કલાકે ઉપડતી હતી અને બપોરે 2-15 કલાકે ડભોઇથી નારેશ્વર-ડભોઈ વાયા. સેગવા-સાધલી-કુરાલી થઈને જવા ઉપડતી હતી. તે બસો સદંતર બંધ કરી દેવામાં આવેલ છે. આ નારેશ્વરની બસ ચાલુ કરવા માટે ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ આ બસ ચાલુ થઈ શકી નથી.

રેલરોડ મંડળના પ્રમુખ ભુપેન્દ્ર ગોહિલ દ્વારા પણ બંધ થયેલ આ તમામ બસોને ફરીથી ચાલુ કરવા માટે લેખિતમાં તથા ટેલિફોનિક વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે. ડભોઇથી નારેશ્વર એસ.ટી.બસ બાબતે વડોદરા વિભાગીય નિયામક દ્વારા આ બસ છેલ્લા 5 દિવસથી ચાલુ હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ ડભોઇ ડેપોનો સંપર્ક સાધતા આ બસ આજ દિન સુધી ચાલુ થઈ શકેલ નથી એવો જવાબ મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...