હાલાકી:પુનિયાદ ગામે પિસાઈ વિશાખા નહેરનું લીકેજ અટકાવવા સમારકામની માગ

શિનોર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિસાઈ વિશાખા નહેરમાંથી સમારકામના અભાવના કારણે કેનાલનું પાણી વહી જાય છે
  • ખેડૂતોની હાલત તળાવ સાચવનાર તરસ્યો મરે જેવી થઇ

શિનોર તાલુકાના પુનિયાદ ગામેથી પસાર થતી પિસાઈ વિશાખા નહેરમાંથી સમારકામના અભાવના કારણે પાણી વહી જતાં પુનિયાદ,દામનગર આને પિસાઈ ગામના ખેડૂતોની હાલત તળાવ સાચવનાર તરસ્યો મરેની જેમ થઈ છે. તંત્ર દ્વારા કેનાલનું સમારકામ હાથ ધરાય તેવી ખેડૂતોની માંગ ઉઠેલ છે. શિનોર તાલુકાના પુનિયાદ ગામે થી પિસાઈ વિશાખા નહેર પુનિયાદથી દામનગર થઈ પિસાઈ સુધીની પસાર થાય છે.

આ માઇનોર નહેરમાં પાણીનો પ્રવાહ સારી રીતે પસાર થાય તો સિંચાઇના પાણીનો લાભ આ નહેરની આજુબાજુમાં આવેલા પુનિયાદ, દામનગર અને પિસાઈ ગામના ખેડૂતોને મળી શકે તેમ છે. પરંતુ આ માઇનોર કેનાલના જોઇન્ટના સમારકામના અભાવે કેનાલમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ સિવાય કેનાલની સાફ-સફાઇ પણ સમયાંતરે યોગ્ય રીતે થતી ના હોય પાણી કેનાલમાં સરખી રીતે વહેતું નથી. આમ અહીંના ખેડૂતોની હાલત તળાવ સાચવનાર તરશો મરે તેના જેવી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...