તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છતમાંથી પાણી ટપકે છે:સાધલી ગામે આંગણવાડી કેન્દ્ર નં.3નુ મકાન રિપેર કરવા માગ

સાધલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાધલી ગામમાં આવેલી આગણવાડી કેન્દ્ર નંબર ૩ જર્જરીત હાલતમાં જણાય છે. - Divya Bhaskar
સાધલી ગામમાં આવેલી આગણવાડી કેન્દ્ર નંબર ૩ જર્જરીત હાલતમાં જણાય છે.
  • મકાન જર્જરિત હોવા સાથે તેની છતમાંથી પાણી ટપકે છે

શિનોર તાલુકાના સાધલી ગામે કુલ છ આંગણવાડી કેન્દ્ર આવેલા છે. તેમા નવીનગરીમા માતાજી વાડા ફળીયામા આગણવાડી કેન્દ્ર નંબર 3 આવેલુ છે. આ આગણવાડીમા તમામ ગરીબોના બાળકો આવતા હોય છે. તેમ છતાં પણ આ આગણવાડી કેન્દ્રના મકાનની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે. આ મકાનની છતમાંથી પાણી ટપકે છે. તેમજ બાળકોને બેસવા માટેનુ ફલોરીગ પણ બિલકુલ ખરાબ હાલત થય ગયેલ છે. કીચન-બાથરૂમ પણ રીપેરીંગ કરવુ ખુબ જ જરૂરી છે.

આમાં બહેનો અને બાળકોને કયા બેસાડવા તે મોટો પ્રશ્ન ઉભો થયેલ છે. આ બાબતે આગણવાડી કાર્યકરો છેલ્લા ચાર વર્ષથી લેખીત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહિ કરવા આવતી નથી. આ અંગે સ્થાનિક રહિશો દ્વારા પણ વારંવાર રજુઆત કરવા છતાં રીપેરીંગ કરવામા આવતુ નથી. આ બહેનો છેલ્લા ચાર વર્ષથી બાળકોને અલગ અલગ જગ્યાએ બેસાડીને ચલાવે છે. સથાનિક લોકોને પુછતા એમ જણાવે છે કે આગણવાડી આદિવાસી વિસ્તારોમાં હોવાથી રીપેરીંગ કરવામા આવતી નથી. એટલે આટલા ચાર વર્ષના સમયમાં કોઈ જોવા પણ આવ્યુ નથી. તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે. હવે આગણવાડી ચાલુ થશે તો ગરીબના બાળકો કયા જશે તેવો પ્રશ્ન ઉભો થયેલ છે. હાલમા કોરોના મહામારીના કારણે બાળકોને શાળાએ બોલાવતા નથી.

આ સમયમા રીપેરીંગ કરવુ હોય તો થઈ શકે તેમ છે. જેથી આ બાબતે શિનોર તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના ચુટાયેલા સભ્યો તેમજ ધારાસભ્યઆ આગણવાડી કેન્દ્ર નંબર 3નુ મકાન સરકારની કોઈ પણ યોજનામા સમાવેશ કરી તાત્કાલિક રીપેરીંગ કરાવે એવી સથાનિક રહિશોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...