તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ખેતી માટે વીજળી રાત્રીના બદલે દિવસે આપવા માગ

શિનોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપ દ્વારા શિનોર મામલતદારને અપાયેલું આવેદન. - Divya Bhaskar
આપ દ્વારા શિનોર મામલતદારને અપાયેલું આવેદન.
  • શિનોર તાલુકા મામલતદારને AAP દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
  • ખેડૂતોને વિવિધ પ્રકારે પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરાઈ

શિનોર તાલુકામાં ખેડૂતોને વિવિધ પ્રકારે પડતી મુશ્કેલીઓ બાબતે શિનોર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ બીપીનભાઈ જોશી તથા ઉપપ્રમુખ મહામંત્રી અને અન્ય આગેવાનોએ રવિવારે શિનોર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં શિનોર તાલુકામાં ખેતી માટે વિજળી રાત્રિના ટાઈમે આપવામાં આવે છે. જેથી ખેડૂતોને રાતના સમયે ખેત મજૂરો સાથે ખેતરોમાં પાણી વારવા જવું પડે છે. શિનોર તાલુકામાં હિંસક પશુઓ દિપડા અને ઝરખ નો ભય રહે છે. ખેતરોમાં આવી દિપડાએ દેખા દે છે. જ્યારે શિયાળામાં ઝેરી જીવજંતુઓ, સાપ, અજગર મોટી માત્રામાં ફરતા હોય રાત્રિના ટાંકણે તેમનો પણ ભય છે અને શિનોર તાલુકામાં કપાસની શરૂ થઈ ગઈ છે. પરંતુ શિનોર તાલુકામાં સીસીઆઇ દ્વારા કેન્દ્ર શરૂ કરવામાં આવતા કપાસનો ખરીદી કેન્દ્ર હોવાથી ખેડૂતોને કપાસ નાખવા માટે બીજા તાલુકામાં જવું પડે છે.

ખેડૂતોને ભારે હાડમારી ભોગવવી પડે છે. માલ વેચવા માટે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ ઘણો વધી જાય છે. અન્ય તાલુકાઓમાં જે તે તાલુકાના ખેડૂતોની પણ લાંબી લાઈન કપાસ વેચવા માટે લાગેલી હોય છે. ત્યારે શિનોર તાલુકાના ખેડૂતોને ભારે પીડા ભોગવવી પડે છે. સરકાર શિનોર તાલુકામાં તાત્કાલિક સીસીઆઇ દ્વારા કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરે તેવી માંગ છે. જ્યારે ખેત પેદાશોના ભાવના સરકાર ટેકાના ભાવ જે નક્કી કરે છે. તેનાથી ઓછા ભાવે ખેતીનો માલ વેચવો પડે છે. તો આ અંગે પણ રાજ્ય સરક પોષક ભાવ મળે તેની માગણી કરી છે. આ આવેદનપત્ર સર્કલ ઓફિસર દિવાન આપવામાં આવ્યું હતું. તેમને ખેડૂતોના પ્રશ્ને ઉચ્ચસ્તરે રજૂઆત કરવા અને આવેદનપત્ર પહોંચાડવા ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો