વાહન ચાલકોને હાલાકી:બીથલી જવાના રસ્તાનું 3 વર્ષથી અધૂરું રહેલું કામ પૂર્ણ કરવા માગ

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રણ વર્ષથી બાકી રહેલ રસ્તાનું કામ કરવા ગ્રામજનોની માગ. - Divya Bhaskar
ત્રણ વર્ષથી બાકી રહેલ રસ્તાનું કામ કરવા ગ્રામજનોની માગ.

શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામમાંથી સેગવા-શિનોર રાજ્ય માર્ગને જોડતા બીથલી જવાના જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ પર સીસી કામ કરવાના ત્રણેક વર્ષ થવા છતાંય માર્ગનું લેવલિંગનું કામ ન થતાં માર્ગની વચ્ચે પાણી ભરાઈ રહેતા દ્વિચક્રી વાહન ચાલકોને ખૂબ આપદા પડી રહી છે. દ્વિચક્રી વાહન ચાલકો સ્લીપ થઈ પડી જવાના બનાવો બનેલ છે. આ અંગે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજૂઆતો છતાં નઘરોળ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. હાલ તેને જોડતો વધુ 375 મીટરનો નવો નવીન સીટી રોડ જવાનો બની રહ્યો છે. જૂના રસ્તાને રીપેર મરામત થતી નથી તે તપાસનો વિષય છે.

શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામમાંથી સેગવા-શિનોર રાજ્ય ધોરીમાર્ગને જોડતા બીથલી ગામ જવાનો જિલ્લા પંચાયત હસ્તકનો માર્ગ છે. ત્રણેક વર્ષ પહેલા આ માર્ગ પર સીસી માર્ગ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. માર્ગ પર કોઈપણ જાતનું લેવલિંગ કર્યા વગર આડેધડ સીસી કામ કરી દેવામાં આવ્યું હતું. જેમાં મોટા ફોફળીયા ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસે કોઈપણ પ્રકારનું લેવલિંગ ન કરાતા ત્યાં ખાડો પડતા ઘૂંટણસમા પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકોને આપડા પડી રહી છે. આ માર્ગ પર મોટા મસ ખાળા પડી જતા જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરાતા ચોમાસા પહેલા સીસી રોડના ખાડાઓમા ડામર કપચીનો માલ ભરવામાં આવ્યો હતો. પણ ચાલુ વર્ષે ચોમાસુ હળવું હોવા છતાંય ઠેર ઠેર ખાડા પડી ગયા છે.

આ રસ્તાનું કામ ચાલુ હતું ત્યારે જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓનું રસ્તાના લેવલિંગ બાબતે મોટા ફોફળીયાના નાગરિકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું પણ આગળ કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી. આ અંગે અવારનવાર શિનોરના માર્ગ અને મકાન વિભાગના એસો.નું ધ્યાન દોરતાં તે જણાવે છે કે હજુ આ રસ્તાના કામનો પેમેન્ટ કરેલ નથી અમે ઇજારદાર પાસે કામ કરાવી આપીશ. ત્રણ-ત્રણ વર્ષનો સમય વિતવા છતાંય આ સીસી રસ્તાનું પેમેન્ટ થયું છે કે નહીં તે તપાસનો વિષય છે. ત્યારે આ રસ્તાને મોટા ફોફળીયા પંચવટીથી આગળ 375 મીટરના વધુ સીસી રસ્તાનું કામ પર ચાલુ થયેલ છે. જેની આસપાસ નજીકમાં ખાનગી વ્યક્તિઓએ દબાણ કરેલ છે તે ખસેડયા વગર કામ ચાલુ કરેલ છે. જૂના સી.સી.રોડનું પેમેન્ટ થયું નથી ત્યારે નવો રોડ બનાવતાં તંત્ર સામે પ્રશ્નો ઉભા થયેલ છે. ત્રણ વર્ષ પહેલા બનેલ રસ્તા પર પાણી ભરાવાનો પ્રશ્ન સત્વરે નિકાલ લાવે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...