શિનોર તાલુકાના દિવેર મઢી ખાતે નર્મદા નદીમાં સ્નાન કરવા મિત્રો સાથે આવેલા સંખેડા તાલુકાના કન્ટેશ્વર ગોલા ગામડીના એક યુવાનનું નર્મદા નદીમાં ડૂબી જતાં મોત થયું હતું. શિનોર પોલીસે તેનું પી.એમ.કરી અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
શિનોર તાલુકાના દિવેર ગામે મઢી પાસે નર્મદા નદી હાલ કુદરતી વિનામૂલ્યનો રિસોર્ટ બનેલ છે અને વાર-તહેવારે હજારોની સંખ્યામાં લોકો દૂરથી બાળકો લઈને નહાવા અને મોજ-મસ્તી કરવા આવે છે. તારીખ 5 જૂન 2022ના રોજ બપોરના સમયે સંખેડા તાલુકાના ત્રણ ચાર મિત્રો મોટરસાયકલ લઈને દિવેર નર્મદા નદીમાં નહાવા માટે આવેલા હતા. આ સમયે નદીમાં અન્ય પણ ઘણા લોકો મોજ મસ્તી સાથે નહાતા હતા.
સંખેડા તાલુકામાંથી આવેલા મિત્રોમાંથી કંટેશ્વર તાલુકો સંખેડાનો 29 વર્ષનો યુવાન લાલુભાઇ જશુભાઈ તડવી એકાએક ટોળામાંથી ગુમ થતાં અન્ય મિત્રો તેની શોધખોળમાં લાગી ગયા હતા, તે સમયે અન્ય લોકોએ જણાવ્યું કે કિનારા પર એક લાશ મળી છે. તેઓએ તપાસ કરતા પોતાનો મિત્ર લાલુભાઈ તડવી ડૂબીને મૃત્યુ પામેલ હતો. જેથી શિનોર પોલીસને હરેશ બુદ્ધિ લાલ તડવી, સૂર્યા ઘોડા, તાલુકો સંખેડા,એ પોતાનો મિત્ર ડૂબીને મરી જવાની જાણ કરતા શિનોર પોલીસે અકસ્માત મોત નોંધી રાત્રી થઈ હોવાથી સોમવારે સવારે મોટા ફોફળીયા CHCમાં પોસ્ટમોર્ટમ કરાવી લાશનો કબજો તેના વાલીવારસોને સોંપેલ છે.
નદીના ભાઠામાં છૂટી છવાઈ વિદેશી દારૂની બોટલો પણ મળી આવે છે
નદીકાંઠે ભાઠામાં માત્ર દિવેર ગામના લોકોને ધંધો કરવા જણાવેલ હોય ખાદ્ય ચીજ વસ્તુઓના તથા પાણીના બોટલોના ડબલ ભાવ લઈ લૂંટ થઈ રહી હોવા છતાં કોઈ સરકારી તંત્ર આ જોતું નથી. નદીના ભાઠામાં છૂટી છવાઈ વિદેશી દારૂની બોટલો પણ મળી આવે છે. વડોદરા જિલ્લા ઉપરાંત ભરૂચ ,નર્મદા, નડિયાદ ,આણંદ જિલ્લામાંથી પણ લોકો નહાવા માટે ઉમટી પડે છે અને ખાનગી પાર્કિંગ વાળા જવાબદારી વગર પાર્કિંગ કરાવી નાણાં ઉઘરાવી રહ્યા છે, દીવેર ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયત શિનોર દ્વારા અન્ય કોઈ સવલતો અપાતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.