દવાનો છંટકાવ:શિનોર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ડીડીટી પાવડરનો છંટકાવ કરાયો

શિનોર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર વપરાશનું પાણી બહાર કાઢતા ઈસમો પાસેથી 500નો દંડ વસૂલાશે

શિનોર પંથકમાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદે વિરામ લીધો છે અને ઠંડી અને ગરમી બે ઋતુનો અહેસાસ થાય છે. શિનોર ગામમાં રહીશો ઘર વપરાશનું પાણી બહાર કાઢતા હોય ગંદકી થતાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને બેવડી ઋતુને લઈને હાલ શરદી, ખાંસી અને તાવના દર્દીઓ વાયરલ ઇન્ફેકશનના કારણે વધી રહ્યાના સમાચાર આવતા શિનોર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી ગામના મુખ્ય માર્ગો પર ડી.ડી.ટી. પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

ઘર વપરાશનું પાણી બહાર કાઢતા ઈસમો પાસે રૂ. 500નો દંડ કરવાની લાઉડ સ્પીકર પર જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આરોગ્યતંત્ર દ્વારા ગ્રામ પંચાયતને ગંદકી દૂર કરવા લેખિત જાણ કરી સંતોષ માનેલ છે. પણ હજુ સુધી ડોર ટુ ડોર સર્વે કરી સાચી હકીકત જાણવા માટે કોઈ પગલાં ના ભરાતા ગ્રામજનોમાં આરોગ્ય તંત્ર સામે રોષ જાગેલ છે.

હાલમાં રોગચાળો વધી રહ્યો હોવા છતાં શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને અન્ય સાધલી PHC 3 દિવસનો ચાર્જ આપેલ હોય અઠવાડિયામાં માંત્ર 4 દિવસ જ લોકોને સેવા મળે છે. લોકોને ખાનગી દવાખાના ઓનો સહારો લેવો પડે છે. સત્વરે આરોગ્યતંત્ર પગલાં નહીં ભરે તો ગામમાં ચિકનગુનિયા, ડેન્ગ્યૂ, ઝાડા અને ઊલટી જેવા રોગનો લોકો શિકાર બને તેવી ભીતિ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...