તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની લાલિયાવાડી:શિનોર તાલુકામાં ટેસ્ટિંગ કિટ ખલાસ થતાં બે દિવસથી કોરોનાના ટેસ્ટ બંધ

શિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ કોરોનાના દર્દીઓના તાલુકા બહાર જઈ ટેસ્ટ કરાયા
  • સિહોરના વૃદ્ધ, ઉતરાજની બે વ્યક્તિ વડોદરામાં કોરોનાની સારવાર હેઠળ

શિનોર તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. પરંતુ તાલુકાના ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર મોટા ફોફળીયા ખાતે આપેલ કોરોના ટેસ્ટની કીટ ખલાસ થઈ જતા છેલ્લા બે દિવસથી કોરોનાના ટેસ્ટ કરવામાં ન આવતા તાલુકામાં કોરોના પોઝિટિવના દર્દીઓના અહેવાલ બંધ થઈ ગયા છે. જોકે આથી શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શિવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનું ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં શંકાસ્પદ કોરોના પોઝિટિવના દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.

બે વ્યક્તિઓએ ખાનગી દવાખાનામાં કોરોનાના રિપોર્ટ કરાવી સારવાર અર્થે દાખલ થયા છે
બંને પ્રાથમિક આરોગ્ય કેન્દ 10 કેસ લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનું રીઝલ્ટ બે દિવસ પછી જાણવા મળશે. તાલુકામાં સિહોર ગામમાં 75 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ રિપોર્ટ વડોદરા ખાતે જઇ કરાવવામાં આવતા તેમને વડોદરા ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ઉતરાજ ગામના પણ બે વ્યક્તિઓએ ખાનગી દવાખાનામાં કોરોનાના રિપોર્ટ કરાવી સારવાર અર્થે દાખલ થયા છે. હાલમાં કોરોનાની મહામારીમાં તાલુકાના ગરીબ વ્યક્તિને કોરોના પોઝિટિવ અસર થાય તો તેની શું દશા થાય. કારણકે તાલુકામાં કોરોના ટેસ્ટિંગની કીટ ખલાસ થતાં આ વિસ્તારના લોકોને ભારે વિપદા ભોગવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...