તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિનોર તાલુકામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના એક મહિલા કર્મચારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાના દર્દીઓ સાથે ખીંમત પૂર્વક લડતા અને લોકોને કોરોનાની મહામારીમાંથી માત અપાવતા આરોગ્ય કર્મચારીનો કરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અને તે સંક્રમિત થતા તેઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નાનકડા ગામમાં તાત્કાલિક આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. શિનોર તાલુકામાં કોરોનાએ જોર પકડ્યું છે. આમ પ્રજા તાલુકાના બજારોમાં માસ્ક પહેરતી નથી કે સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હોવાથી શિનોર પોલીસનું વલણ આકરું થઈ ગયું છે. રવિવારે શિનોરમાં આવેલા નવા પી.એસ.આઇ. ગામીત દ્વારા શિનોરના બજારમાંથી માસ્ક નહીં પહેરનાર કુલ 10 વ્યક્તિઓનો દંડ કરવામાં આવ્યો હતો.
દરેક પાસે રૂપિયા 1000 વસૂલ કરવામાં આવ્યા હતા. 10 વ્યક્તિઓ પાસેથી કુલ 10 હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. શિનોર તાલુકામાં હાલમાં પોલીસ બેડામાં સ્ટાફ ચેકઅપથી અડધાથી ઉપરનો સ્ટાફ છે. પોલીસને કામ કરવામાં ભારે તકલીફ પડે છે. પોલીસોનો સ્ટાફ ઓછો હોવાથી પેટ્રોલિંગ કે બધાના પોઈન્ટ ઉપર પોલીસ જાપ્તો રાખી શકાતો નથી. ઓછો સ્ટાફ હોવા છતાં શિનોર પોલીસ સજાગતાથી પોતાની ફરજ બજાવી રહી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.