તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના પુનઃપ્રગટ:શિનોરના દંપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય તંત્રની ઢીલી નીતિના કારણે કોરોના પુનઃપ્રગટ થયો
  • તાલુકામાં વેક્સિન કાર્યક્રમ 4 દિવસથી બંધ છે

શિનોર આરોગ્ય તંત્ર દ્વારા શિનોર, સાધલી, સીમળી PHC દ્વારા 10 લેખે 30 એન્ટિજન ટેસ્ટ કર્યા તે તમામ નેગેટિવ છે. જ્યારે આરટીપીસીઆરના 48 સેમ્પલ લીધા છે. શિનોર ટાઉનમાં એક પતિ-પત્ની વડોદરા ખાનગી દવાખાને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરાયા છે. જેમને શિનોર આરોગ્યની પોલ બહાર લાવી છે.

શિનોર આરોગ્ય તંત્ર છેલ્લા 40 દિવસથી એન્ટિજન તમામ નેગેટીવ દર્શાવે છે અને આરટીપીસીઆરનું રિઝલ્ટ જણાવતા નથી કે કોના સેમ્પલ લીધા તે છુપાવે છે. તેવા સમયે શિનોર મુકામે ગઈકાલે એક દંપતિને લક્ષણો દેખાતા શિનોર PHCના ટેસ્ટિંગમાં વિશ્વાસ ના રહેતા સીધા વડોદરા ખાનગી દવાખાને રિપોર્ટ કરાવતા બંને પોઝિટિવ આવતા દાખલ કરાયા છે. તાલુકામાં આરોગ્ય તંત્રની ઢીલી નીતિના કારણે કોરોના પુનઃપ્રગટ થયો છે. તાલુકામાં વેક્સિન કાર્યક્રમ ચાર દિવસથી બંધ છે. PHCમાં ઓપીડી હાલમાં બંધ જેવી છે.

ફાર્માસિસ્ટ જૂના દર્દીને દવા આપી ડોક્ટરોને મદદ કરી રહ્યા છે. શિનોર તાલુકામાં 6 માસમાં પ્રથમ ડોજ 21832 અને સેકન્ડ ડોઝ 7254 લોકોએ લીધી છે. ઘણાએ વેક્સિન લીધેલ નથી છતાં રજિસ્ટ્રેશન કર્યું છે. ઘણાએ રસી લીધી છતાં રજીસ્ટ્રેશન કર્યું નથી. તાલુકા હેલ્થ ઓફિસર કોરોનાની ગંભીરતા સમજીને કાગળ પર કાર્યવાહી કરી સબ સલામત હોવાનું જણાવતા હોય, પણ શુક્રવારે શિનોરનું દંપતી પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની કાગળ પરની પોલ બહાર આવી છે. આરોગ્ય તંત્રની આ નીતિ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી હોય તેમ લોકોને લાગે છે.

અન્ય સમાચારો પણ છે...