કોરોનાવાઈરસ:શિનોરના આનંદી ગામમાં 60 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ

શિનોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવીનગરી વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો
  • કોરોનાગ્રસ્તને વરણામાં કોવિડ સેન્ટરમાં ખસેડાયા પરિવારના બે લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા

તાલુકાના આનંદી  ગામે નવીનગરીમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જ્યારે આનંદી ગામમાં નવીનગરી વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. શિનોર તાલુકામાં કોરોના કેસ ધીરે ધીરે વધતા જાય છે. તાલુકામાં કુલ 10 કેસ થયા છે. જ્યારે ભૂતકાળમાં શિનોર તાલુકામાં કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવેલા તમામ દર્દીઓએ કોરોનાને મહા કાપી છે. શિનોર તાલુકામાં સદભાગ્યે કોરોનાથી એક પણ મોત થયું નથી.

કર્મચારીઓ સતેજ થઇને કોરોના ગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી
ગઈકાલે આનંદી ગામે ખેત મજુર વૃદ્ધને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શિનોર તાલુકાનું આરોગ્ય તંત્ર આનંદી ગામે દોડી જાય તાત્કાલિક કોરોના પોઝિટિવ રિપોર્ટ આવનાર દર્દીને કોવિડ સેન્ટર બાબરીયા ટેકનિકલ વરણામાં ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે કોરોનાગ્રસ્ત વ્યક્તિના પરિવારજનો કુલ બે વ્યક્તિને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આનંદી ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાય છે. તેમજ ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન નક્કી કરી દેવાયા છે. શિનોર તાલુકામાં ધીરે ધીરે વાર્તા કોરોનાના કેસથી આરોગ્ય તંત્રની ઊંઘ હરામ થઇ ગઇ છે. આરોગ્ય વિભાગ કર્મચારીઓ સતેજ થઇને કોરોના ગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...