‘દેશીમેન’ વિદેશની વિધાનસભાનો ઉમેદવાર:શિનોરના કુકસનો યુવાન ઓસ્ટ્રેલિયામાં લિબરલ પાર્ટીનો સભ્ય બન્યો, કોરિયો બેઠકથી ચૂંટણી લડશે

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મનીષ પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
મનીષ પટેલની ફાઇલ તસવીર
  • ​​​​​​​વિદેશમાં પોતાનું નામ રોશન કર્યું

શિનોર તાલુકાના કુકસ ગામનો યુવાન મનીષ જશભાઈ પટેલ B.S.C.નો અભ્યાસ ભારતમાં પૂરો કરી, વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો. પોતાના માતાપિતાના સંસ્કાર, ધાર્મિકતા, આધ્યાત્મિકતા તથા સેવાકીય પ્રવૃત્તિ ત્યાં પણ તેને ચાલુ રાખી હતી. સમય જતા ત્યાં તેની લોકચાહના વધવા લાગી. ઓસ્ટ્રેલિયામાં લિબરલ પાર્ટીનો તે સભ્ય બન્યો.

ભારત દેશનું નામ રોશન કર્યું
પાર્ટીના અગ્રણીઓ દ્વારા ભારતના આ યુવાન મનીષ પટેલની ધગશ તેની કાર્યપદ્ધતિ અને લોકચાહના જોઈ તેને લોકસભાની ચૂંટણીમાં કોરિયો બેઠકનો ઉમેદવાર જાહેર કર્યો હતો. વિદેશની ધરતી પર નાની વયમાં લોકસભાના કેન્ડિડેટ તરીકે એક ભારતીયની પસંદગી થતાં મનિષ પટેલે પોતાનું ગામ, જિલ્લો, ગુજરાત રાજ્ય તથા ભારત દેશનું નામ રોશન કર્યું છે.

માત્ર 14 વર્ષના સમયગાળામાં સત્તાધારી પાર્ટીનો કેન્ડિડેટ બન્યો
મનીષ પટેલ માટે એટલું ચોક્કસ કહેવાય કે “કદમ ડગમગ તો રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’ ઓસ્ટ્રેલિયામાં માત્ર 14 વર્ષના સમયગાળામાં સત્તાધારી પાર્ટીના કેન્ડિડેટ બનવુંએ કોઈ નાનીસૂની વાત નથી. ભારતીય મૂળના નહીં પરંતુ ભારતીય જ ઓસ્ટ્રેલિયાની લોકસભામાં બિરાજમાન થાય એવી ભારત દેશના તમામ નાગરિકોની શુભેચ્છાઓ છે.

ઓસ્ટ્રેલિયાની લોકસભામાં ચુંટાઇ આવે તેવી શુભેચ્છાઓ
મનીષ પટેલના પિતા જશભાઈ તથા તેમની માતા હાલમાં નિવૃત્તીમય જીવનમા ધાર્મિકતા અને સાત્વિકતા સાથે સકારાત્મક સેવાઓ આપી રહ્યા છે. પોતાના બાળક મનીષની ટૂંકાગાળાની આ પ્રગતિ જોઇને તેઓની છાતી ગજગજ ફૂલે છે. બાર ગામ પાટીદાર સમાજનો યુવાન વડોદરા જિલ્લાનું ગૌરવ છે અને આગવી પ્રતિભાથી હવે તે ભારત બહાર વિદેશ ઓસ્ટ્રેલિયામાં પોતાનું નામ રોશન કરી રહ્યો છે, તે ભારતના દરેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. બાર ગામ પાટીદાર સમાજ સહિત દરેક ભારતીયોએ તેને ઓસ્ટ્રેલિયાની લોકસભામાં ચુંટાઇ આવે તેવી શુભેચ્છા પાઠવેલી છે.

અન્ય સમાચારો પણ છે...