તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચક્રો ગતિમાન:માલપુરના ખેડૂતે છાણભોઈના ખેડૂતને ધમકી આપતાં ફરિયાદ

શિનોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિનોર પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા

શિનોર તાલુકાના છાણભોઈ ગામના ખેડૂત તથા માલપુરના ખેડૂત વચ્ચે ખેતીની જમીન બાબતે કોર્ટમાં દાવો ચાલતો હોય કબજા માટે માલપુરના ખેડૂતે છાણભોઈ ગામના ખેડૂતને ગાળાગાળી તથા જમીનમાં પગ મૂકે તો ટાટિયા તોડી નાખવાની ધમકી આપતા ફરિયાદ કરી છે. શિનોર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

છાણભોઈના પટેલ મહેશભાઈ દયાલભાઈ પોતાના મામા રહે. રોપા ઘનશ્યામભાઈ દેવજીભાઈ પટેલની માલપુરની જમીન બાબતે પાવર ઓફ એટર્ની ધરાવતા હોય શિનોર કોર્ટમાં સામાવાળા માલપુરના ગોહિલ નરેન્દ્રભાઈ કાભઈભાઈએ દાવો દાખલ કરેલ તેની સામે તા 3 જુલાઈ 2021ના રોજ શિનોર કોર્ટમાં દાવો દાખલ કરી સાંજના પરત આવતા હતા. ત્યારે છાણભોઈ બસ સ્ટેન્ડ પર ગોહિલ નરેન્દ્રભાઈએ મહેશભાઈને દાવો કેમ કર્યો કહેતા મહેશભાઈએ જણાવેલ કે મારા મામાએ જમીનના નાણાં આપી દીધા છે. ત્યારે એકાએક ગોહિલ નરેન્દ્રભાઈ ઉશ્કેરાઈને ગમે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જણાવ્યું કે જમીનમાં પગ મુકીશ તો ટાંટિયા કાપી નાંખીશ. જેથી મહેશભાઈએ પોતાના મામા જે રોપા રહે છે તેમને મળીને 4 જુલાઈના રોજ નરેન્દ્રભાઈ ગોહિલ સામે શિનોર પોલીસમાં ફરિયાદ આપતા શિનોર પોલીસે ગુનો નોંધી ઇ.પી.કો. 504, 506(2) મુજબ કાર્યવાહી હે.પો.કો. રમેશભાઈ રાઠવાને સોંપેલ છે.

અન્ય સમાચારો પણ છે...