સમસ્યા:અવાખલના પૂર્વ સરપંચ તથા પૂર્વ તલાટી સામે ખોટા દસ્તાવેજો રજૂ કરવાની ફરિયાદ

શિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિનોર પોલીસ દ્વારા પૂર્વ તલાટીની અટકાયત કરાઈ
  • પૂર્વ સરપંચ ભાગી જતા ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા

શિનોર તાલુકાના અવાખલ ગામમાં આવેલ કંપનીમાં મકાનના બાંધકામ માટે ગામના રીન્કુ ભોગીલાલભાઈ પટેલ દ્વારા મકાન બાંધવા માટે નવાખલ ગામ પંચાયતમાં રજા ચિઠ્ઠી માંગેલ હતી. જે તે સમયના સરપંચ તથા તલાટી દ્વારા રજા ચિઠ્ઠી આપવામાં આવી હતી. પરંતુ તત્કાલીન સરપંચ મુકેશભાઈ વસાવાને કોઈ બાબતે પણ બનાવતા હતા. તેઓએ સંયુક્ત નિયામક સ્વાસ્થ્યને અરજી કરી આ રજા ચિઠ્ઠી ખોટી હોવાનું જણાવેલ. જે તે સમયે આ અંગે તત્કાલીન જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં અંતે મુકેશભાઈ મણીભાઈ વસાવા પૂર્વ સરપંચ અવાખલ દ્વારા આ રજા ચિઠ્ઠીમાં પોતાની સહી હોવાનું કબુલ કરેલ હતું. જે સંદર્ભે રીન્કુભાઈ ભોગીલાલભાઈ પટેલ દ્વારા તત્કાલીન જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી હતી અને જે તે સમયે જિલ્લા પોલીસ વડા દ્વારા આ અંગે શિનોર પોલીસને તપાસ કરવા જણાવે હતું.

પરંતુ સમય વીતી જતા કોઈ કાર્યવાહી થઈ ન હતી. જેથી રીન્કુભાઈ ભોગીલાલભાઈ પટેલ દ્વારા આ અંગે આરટીઆઈ દ્વારા માહિતી માગતા હાલના જિલ્લા પોલીસ વડા દ્વારા તારીખ 23-9-20ના રોજ શિનોર પોલીસને આ અંગે ફરિયાદ દાખલ કરવા અને ગુનાની તપાસ કરવા જણાવેલ શિનોર પોલીસે આ અંગે તપાસ કરતા તત્કાલીન સરપંચ મુકેશભાઈ મણીભાઈ વસાવા તથા તે સમયના તલાટી કેસરીસિંહ ચૌહાણને રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી ખોટી રજા ચિઠ્ઠી બનાવી અને ખરાબ દસ્તાવેજ તરીકે અરજદારને આપી તે બાબતે ગુનો દાખલ થતા અવાખલના પૂર્વ તલાટી કેસરી સિંહ ચૌહાણને અટકા કરવામાં આવી હતી. જ્યારે અવાખલ ગામના પૂર્વ સરપંચ મુકેશભાઈ મણીભાઈ વસાવા ભાગી જતા શિનોર પોલીસે તેમની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આશ્ચર્યની વાત એ છે જિલ્લા પોલીસ વડાને આદેશ આપ્યા બાદ શિનોર પોલીસે જે તે સમયે કોઈ કાર્યવાહી આ બંને સામે કેમ ન કરી તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...