તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:શિનોરની 29 ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરીનો આરંભ

શિનોર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકાની 29 ગ્રામ પંચાયતોની મુદત 23 જાન્યુઆરી-2022ના રોજ પૂરી થતી હોઇ નવીન વોર્ડની રચના તથા સરપંચોની બેઠક નક્કી કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાતા ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારો અત્યારથી કામે લાગ્યા છે.

શિનોર તાલુકાની 29 ગ્રામ પંચાયતો જેમાં ગરાડી સાધલી, બાવળીયા, આનંદી, વનીયાદ ,નાના કરાળા, ઝાંઝળ, કુકસ, શિનોર, સતિસાણા, દિવેર, છાણભોઈ, માલપુર, દામનગર, ટીમબરવા, નાના હબીપુરા, અચીસરા, મોટાફોફળિયા, ઉતારાજ, સુરાશામલ, તરવા, ભેખડા, ટીંગલોદ, સેગવા, સીમળી, મોલેથા, અંબાલી, માલસર અને બરકાલ ગ્રામ પંચાયતની તારીખ 23,જાન્યુઆરી-2022ના રોજ પુરી થાય છે. નવેમ્બરમાં જાહેરનામું, ડિસેમ્બરમાં ચૂંટણી યોજનાર છે. સરકારી તંત્ર દ્વારા વોર્ડ રચના સાથે બેઠકોના પ્રકાર 50 ટકા મહિલા અનામતો સાથે સરપંચોની બેઠક નક્કી કરવાની કામગીરી ચાલે છે. હાલ મંજુર થયેલા કામો ગમે તે રીતે પૂરા કરવા સરપંચો / તલાટીઓ પ્રયત્નશીલ છે. આર્થિક રીતે સદ્ધર પંચાયતો સાધલી, સિનોર, અને સેગવામાં રસાકસી સાથે નાનાપંચની ગ્રાન્ટો સિદ્ધિ પંચાયતોના ખાતામાં જમા થતી હોય ગામડાઓમાં પણ પંચાયતની ચૂંટણી વ્યવસાયિક ધોરણે લડવા ઉમેદવારો થનગની રહ્યા છે અને કામે લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...