કામગીરી:શિનોરમાં પેવરબ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત

શિનોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ઉદઘાટન કરાયું

આજરોજ શિનોરના પાંચ મોહલ્લામાં પેવર બ્લોક બેસાડવાનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ આગેવાન સતિષભાઈ પટેલ-ખેરવાડી તથા જીતેન્દ્રભાઈ પટેલ-મોટા ફોફળીયા ઉપસ્થિત રહ્યા હતા. શિનોર નગરમાં સ્વભંડોળ તથા નાણાપંચની ગ્રાન્ટમાંથી નગરમાં રૂપિયા 14 લાખના ખર્ચે ગ્રામજનોને રસ્તાની સારી સુવિધા મળે તે માટે નગરમાં પેવર બ્લોક નાખવાનો ખામૂહુર્ત પૂર્વ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગામના પાંચ મોહલ્લા ખત્રીવાડ, ટોપીવાળા, નિઝામવાળી, ખોખરવાડા વિસ્તારમાં પેવર બ્લોક નખાશે. વર્ષોથી આ વિસ્તારમાં સ્થાનિક લોકોને નવો માર્ગ બનાવવાની માગણી હતી. જે શિનોર ગ્રામ પંચાયતના સરપંચ ડોક્ટર ઉન્નતિબેન વસાવાના નેજા હેઠળ કામગીરીનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ જણાવ્યું હતું કે, કરજણ-શિનોર વિસ્તારમાં વિકાસના કામોને સદાય અવિરત ગતિ રહેશે.

અન્ય સમાચારો પણ છે...