ભાસ્કર વિશેષ:અવાખલમાં વિષ્ણુ મહાયજ્ઞમાં બાળકોએ આહુતિ આપી રેકોર્ડ બનાવ્યો

શિનોર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અવાખલ ખાતે વિષ્ણુ મહાયજ્ઞમાં આહુતિ આપતા બાળકો. - Divya Bhaskar
અવાખલ ખાતે વિષ્ણુ મહાયજ્ઞમાં આહુતિ આપતા બાળકો.
  • 25 મિનિટમાં 350 ઉપરાંત બાળકોએ સતત મંત્ર જાપ કરી સવા લાખ મંત્રની આહુતિ આપી રેકોર્ડ બનાવ્યો
  • સમગ્ર લકુલેશ ધામના સમીયણો ભક્તિમય તથા ધાર્મિકતાથી ઉભરાયો હતો

શિનોર તાલુકાના અવાખલ ગામે યોજાઇ રહેલ વિષ્ણુ મહાયજ્ઞમાં રવિવારની રજા હોય શાળામાં ભણતા બાળકો તથા શિક્ષકોએ પૂજા વિધિ તથા આહુતી હોમવાનો લાભ લીધો હતો. આચાર્ય વિરાટજી મહારાજના કહેવા મુજબ માત્ર 25 મિનિટમાં 350 ઉપરાંત બાળકોએ સતત મંત્ર જાપ કરી સવા લાખ મંત્રની આહુતિ આપી રેકોર્ડ બનાવેલ છે.

અવાખલ ગામે તારીખ 3 માર્ચથી લકુલેશ્વર મહાદેવ કેમ્પસમાં એન.આર.આઇ ઠાકોરભાઈ પટેલ પરિવાર દ્વારા દેશનું મહાયજ્ઞનો પ્રારંભ થયેલ છે. ચોથા દિવસે રવિવારની રજા હોય માત્ર બાળકો તથા શિક્ષકોને પૂજા વિધિ તથા આહુતિ હોમવાનો લાભ મળ્યો હતો. જેમાં 350 ઉપરાંત બાળકોએ પૂજા વિધિ તથા આહુતી આપવાનો લાભ લીધો હતો.

યજ્ઞમાં હોમવાની સામગ્રીઓ સ્વયંસેવકો દ્વારા દરેક યજ્ઞ કુંડ પર દરેક બાળકને અપાતી હતી. આચાર્ય વિરાટજી મહારાજે બાળકોની સતત આહુતિઓ અને મંત્ર જાપ જોઈને પ્રસન્ન થઈ જાહેરાત કરી હતી કે આ વિષ્ણુ મહાયજ્ઞમાં નિર્દોષ બાળકો દ્વારા માત્ર 25 મિનિટમાં સવા લાખ મંત્રની આહુતિ આપી રેકોર્ડ બનાવેલ છે. જે આ વિષ્ણુ મહાયજ્ઞની સાચી સફળતા છે.

રવિવાર હોય દરેક બાળકની સાથે તેના માતા-પિતા દર્શન કરવા આવ્યા હોય મોટી સંખ્યામાં લોકોએ વિષ્ણુ મહાયજ્ઞનો લાભ લીધો હતો. સમગ્ર લકુલેશ ધામના સમીયણો ભક્તિમય તથા ધાર્મિકતાથી ઉભરાયો હતો. યજમાન ઠાકોર પટેલ દ્વારા મહાયજ્ઞમાં જોડાયેલ દરેક કન્યાઓને દક્ષિણા આપી હતી.

આગામી તારીખ 9 માર્ચને બુધવારે સવારે વિષ્ણુ મહાયજ્ઞની સમાપન વિધિ સાથે શોભાયાત્રા નીકળશે. દરેક ભક્તોને શોભાયાત્રામાં જોડાવા યજમાન દ્વારા આમંત્રણ આપેલ છે. છેલ્લા 15 દિવસથી સતત યજમાન દ્વારા બે ટાઈમ મહાપ્રસાદી મહાયજ્ઞમાં ભાગ લેનાર તથા દર્શન કરનાર ને અપાય છે.

અન્ય સમાચારો પણ છે...