તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મોટા ફોફળીયાના છોટુભાઈ એ. પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રને 25 વર્ષ પૂર્ણ થયા

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શિનોર પંથકમાં આશીર્વાદ સમાન છે
  • સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવે છે

શિનોર તાલુકાના મોટા ફોફળીયાની શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સમન્વયથી સંચાલિત છોટુભાઈ એ. પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રને 25 વર્ષ પૂરા થઈ 26માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શિનોર પંથકમાં આશીર્વાદ સમાન બનેલ છે.

શિનોર તાલુકાના મોટા ફોફળીયા ખાતે આવેલ સી.એ.પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રને 25 વર્ષ તા. 26 જૂનના રોજ પૂર્ણ થયા છે. વતનમાં તબીબી સેવા પુરી પાડવાનું સ્વપ્ન સાકાર કરવા માટે મોટા ફોફળીયા ગામના અમેરિકા સ્થિત ડૉ.કિરણભાઈ પટેલ, ડૉ. દિનેશભાઇ પટેલ અને પ્રદીપભાઈ પટેલના આર્થિક સહયોગ અને માર્ગદર્શન સતત મળી રહ્યું છે.

જેમાં શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જીતેન્દ્ર પટેલ અને મેઘનાબેન પટેલનાઓએ સફળ નેતૃત્વ પૂરું પાડી અને તેઓની અથાગ મહેનતથી આ 25 વર્ષની મજલ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી વિભાગમાં 7 લાખ કરતાં વધુ અને દાખલ દર્દી વિભાગમાં 2 લાખ 30 હજાર કરતાં વધુ, 22 હજાર કરતાં વધુ નાની મોટી સર્જરી તેમજ પ્રસૂતિ વિભાગમાં 10000 કરતાં વધુ સુવાવડ કરવામાં આવી છે.

અહીં દાખલ થતાં દર્દીઓને વિનામૂલ્યે સંસ્થા ભોજન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. સંસ્થા દ્વારા અમેરિકાની યુનિવર્સિટી ઓફ યૂટાહ સાથે સંલગ્નતા કરતા ત્યાંના નિષ્ણાંત તબીબો દ્વારા તાલીમ અને માર્ગદર્શન મળતા માતાના મરણનો દર નીચો લાવવામાં અસરકારક સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...