નવો રેકોર્ડ:છોટુભાઈ એ. પટેલ હોસ્પિટલમાં એક દિવસમાં 18 બાળકોએ જન્મ લીધો

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિનોરનું આરોગ્ય કેન્દ્ર નવજાત શિશુઓના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું

શિનોર તાલુકાના મોટા ફોફળીયા સ્થિત શ્રી છોટુભાઈ એ. પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 14 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં 18 પ્રસૂતિ થતાં સામુહિક આરોગ્ય કેન્દ્ર વાતાવરણ નવજાત શિશુના ખિલખિલાટ ગુંજી ઉઠ્યું હતું.શિનોર તાલુકાની 65 હજારની વસ્તીમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મોટા ફોફળીયાની શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સુભગ સમન્વયથી શ્રી છોટુભાઈ એ પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા 25 વર્ષથી ચાલે છે. જેમાં એક જ દિવસમાં 14 નોર્મલ અને 4 સિઝેરિયનથી પ્રસુતિ થતા એક નવો રેકોર્ડ સ્થાપિત થયેલો છે.

તમામ 18 નવજાત શિશુ તંદુરસ્ત છે. સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. રીન્કુ ચોવટિયા, સ્ત્રી રોગ રેસિડેન્ટ ડો.અલ્પેશ કવાડ, પીડીયાટ્રીક રેસિડન્ટ ડો. હિમા તાલપરા, ડો. વિભૂતિ ભટ્ટ તેમજ હોસ્પિટલના સ્ટાફ નર્સિસ, ઓટી વિભાગના સ્ટાફ તેમજ કર્મચારીઓની અથાગ મહેનત અને સંસ્થાના ટ્રસ્ટીઓનું સતત માર્ગદર્શનનું આ પરિણામ છે.

અન્ય સમાચારો પણ છે...