ભાસ્કર વિશેષ:શિનોરમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવાઈ

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ પહોળો કાંસ. - Divya Bhaskar
વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ પહોળો કાંસ.
  • હાલમાં પડેલા પહેલા વરસાદમાં પાણી વણઝારી વિસ્તારમાં ભરાઈ રહેતું નથી

શિનોર ગામે વર્ષોથી વણઝારી વાસમાં વરસાદ પડે એટલે વરસાદી પાણીનો કોઈ નિકાલ નહોતો જેને કારણે ત્યાના રહીશોના ઘરોમાં પાણી ભરાઈ જતાં હતાં. શિનોરના તાલુકા પંચાયત પ્રમુખ અને નવા ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સરપંચ,ઉપસરપંચ દ્વારા આદિવાસી વિસ્તારની ચિંતા કરી ગટર લાઈનનું સર્વ પ્રથમ કામ હાથ ધરતા પાણીનો નિકાલ થઈ જતાં ત્યાના આદિવાસી રહેવાસીઓમાં ગ્રામપંચાયત અને તાલુકા પ્રમુખની આ કામગીરીને બિરદાવી ખુશી વ્યાપેલ છે.

શિનોર ગામમાં ગામની અંદરથી માલસર માડવા જવાના માર્ગ પર ગામનો વણઝારી વિસ્તાર આવેલ છે. આ વિસ્તારમાં મોટેભાગે આદિવાસી ગરીબ પ્રજા રહે છે. સમય અંતરે મુખ્યમાર્ગ બનતા માર્ગનું કામ થતાં માર્ગનું પુરાણ થયેલ છે. જેથી ત્યાંના ઘરોમાં રહેતા લોકોના ઘરોમાં ચોમાસામાં વરસાદ પડે એટલે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં હતા.

આ વર્ષો જૂની સમસ્યાને નિવારવા માટે નવ નિયુક્ત ગામના જ તાલુકા પંચાયતના પ્રમુખ સચિન પટેલ અને હાલમાં ચૂંટાઈ આવેલ સરપંચ કીનલબેન પટેલ અને ઉપસરપંચ નીતિનભાઈ દ્વારા સર્વ પ્રથમ આ સમસ્યાની ચિંતા કરી ગટર લાઈન બનાવવાનું નક્કી કરી તાલુકા પંચાયતની ગ્રાન્ટ અને ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી પહેલા જે સાકળી ગટર લાઇન હતી. તેને આગળના ભાગે ખુલ્લો કાસ અને મોટા ગટર લાઇનના ભુગળ નાખવાનું નક્કી કર્યું હતું.

આ કામની તાત્કાલિક મંજૂરી મેળવી ચોમાસા પહેલા યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને લગભગ 900 મીટર જેટલી ખુલો કાસ અને ગટર લાઈન બનાવી. અને તેના પાણીનો નિકાલ ગામના કોતરમાં આપવામાં આવ્યું હતું. આ કામગીરીના કારણે હવે આ વિસ્તારમાં ચોમાસાના પાણીનો નિકાલ થતા આ કામગીરીમાં વપરાયેલ નાણાંનો સદુપયોગ થયો હોવાનું જોવા મળ્યું છે. જે હાલમાં પડેલા પહેલા વરસાદમાં પાણી વણઝારી વિસ્તારમાં ભરાઈ રહેતું નથી. તેથી આ વિસ્તારમાં રહેતા આદિવાસી ગરીબ લોકો માટે આ કામગીરીના કારણે દર ચોમાસામાં હેરાન થતાં હતાં તે થાય નહિ તેવી આશા બંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...