લોકાર્પણ:મોટાકરાળામાં આયુર્વેદ દવાખાનાનું રિનોવેશન બાદ લોકાર્પણ કરાયું

શિનોર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરા તથા ગાંધીનગર આયુષ વિભાગ દ્વારા શિનોર તાલુકાના મોટાકરાળા ગામના આયુર્વેદ દવાખાનાનું રીનોવેશન કરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે 20 નવેમ્બરે ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલના હસ્તે રિબીન કાપી લોકાર્પણ કરાયું હતું.

આરોગ્ય ચેરમેન નિલેશ પુરાની, ડો. સુધીર જોશી હાજર રહ્યા હતા. દવાખાનાના વૈધ દેવાંશી પંડ્યા મેડિકલ ઓફિસર તરીકે સેવા આપે છે. મહાનુભાવો માટે નસ્ય, મર્મ ચિકિત્સા, આનુસંગીક કર્માનું પ્રદર્શન તેમજ ઔષધિય વનસ્પતિનું પ્રદર્શન રાખ્યું હતું. મહાનુભવો કામગીરીથી પ્રભાવિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...