પારદર્શક પૂર્વક હરાજી:શિનોરની ગાયકવાડી શાળાના મકાનના ઓરડાની હરાજી

શિનોર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિનોર કુમારશાળાની હરાજીમાં ભાગ લેવા ઉમટેલા ઇજારદારો. - Divya Bhaskar
શિનોર કુમારશાળાની હરાજીમાં ભાગ લેવા ઉમટેલા ઇજારદારો.
  • 225 જેટલા ઇજારદારોએ ભાગ લીધો, રૂ. 43,02,000ની સૌથી ઊંચી બોલી બોલાઈ

શિનોર ગામની ગાયકવાડી પ્રાથમિક શાળાના 16 રૂમોના કાટમાળની હરાજી આજે કન્યાશાળાના કમ્પાઉન્ડમાં ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપસરપંચની હાજરીમાં યોજાઈ હતી. જેમાં 225 જેટલા ઇજારદારોએ ભાગ લીધો હતો. જેમાં 43 લાખ 2 હજારમાં ક્રિષ્ના ડિમોલેશન માણસાના ઇજારદારે સૌથી ઊંચી બોલી બોલતા તેમને હરાજી રાખી હતી.

છેલ્લા 5-6 વર્ષથી શિનોર કુમાર શાળાનું મકાન અતિ જર્જરિત થઈ જતા વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ હોય શાળાનું મકાન બંધ કરવામાં આવ્યું હતું. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કન્યાશાળામાં શિફ્ટ કર્યા હતા અને બે પાલીમાં શાળા ચાલતી હતી. આ શાળા ગાયકવાડી રાજમાં બંધાવેલ હોય તમામ રૂમોમાં સંગેમરમરના સાગી લાકડા, સાગી પાટિયા હોય તેને હેરીટાઇઝમાં મુકવામાં આવે તેવી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ લાગણી હતી.

આ જગ્યાએ શાળા બનાવવાની હોય ચાલુ વર્ષે સરકારી તંત્ર દ્વારા આ શાળાનું ડિમોલેશન કરી નવી શાળા બનાવવાની મંજૂરી આવતા શાળાનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તે અનુસંધાને સરકારી તમામ પ્રક્રિયા અને અપસેટ કિંમત 4,65,740 નક્કી કરી શુક્રવારે તેની હરાજી રાખવામાં આવી હતી. જેમાં 225 જેટલા ગુજરાતભરમાંથી ઇજારદારોએ ડિપોઝિટ 46,600 રૂપિયા ભરી ભાગ લીધો હતો.

સવારે 11 કલાકે શિનોર કન્યા શાળામાં કરજણ- શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ, તા.પં. પ્રમુખ સચિન પટેલ અને ઉપ સરપંચ નીતિનભાઈની નિશ્રામાં પારદર્શક રીતે હરાજીની પ્રક્રિયા ચાલુ થઈ હતી. શાળાના શિક્ષક છગનભાઇ દ્વારા હરાજીની તમામ શરતો ઇજારદારોને વાંચી સંભાળિયા બાદ હરાજીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

સૌ ઇજારદારોએ ઉત્સાહ પૂર્વક હરાજીમાં ભાગ લીધો હતો અને એક પછી એક ઇજારદારોએ બોલી શરૂ કરી હતી. સૌથી ઊંચી બોલી 43,02,000 રૂપિયા માણસાના કૃષ્ણા ડિમોલેશનના ઇજારદાર મનીષ પટેલે બોલી શાળાના કાટમાલની હરાજી રાખી હતી. આમ સરકાર દ્વારા 4,65,740 રૂપિયાની અપસેટની સામે 43,02,000 રૂપિયા આવતા પારદર્શક પૂર્વક હરાજી થતા સરકારને પણ સારી આવક થઈ હોવાનું ઇજારદારોમાં ચર્ચાતું હતું.

અન્ય સમાચારો પણ છે...