તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો પ્રયાસ:સેગવા ચોકડી પર શોપિંગ સેન્ટરની 4 દુકાનના તાળાં તોડી ચોરીનો પ્રયાસ

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનોના સીસીટીવીના ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવા માગ

શિનોર તાલુકાની સેગવા ચોકડી વેપારી મથક હોય ચોકડીના ચારેય મુખ્ય માર્ગ પર શોપિંગ સેન્ટરો છે. ગત રાત્રીએ નિશાચરોએ સેગવા ચોકડીને નિશાન બનાવી ચાર સ્થળે ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં સેગવાથી સાધલી જવાના માર્ગે આવેલ લક્ષ્મી પાવભાજી વાળાના કેબિનનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

સેગવા-ડભોઇ માર્ગ પર શ્રીરામ ફિજીયોથેરાપીના દવાખાનનું તાળું તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. તેમજ સેગવાથી શિનોર માર્ગ પર આવેલ સમૃદ્ધિ કોમ્પ્લેક્સ શ્રી સાંઈ એગ્રોપ્રેસ્ટીસાઈઝના ગોડાઉનનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ત્રણેય સ્થળેથી કાંઈ મળી આવ્યું નહોતું. પરંતુ ચોથી અંબિકા પશુ આહાર એન્ડ પ્રોવિઝન સ્ટોરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશીને ગલ્લાની અંદર મુકેલ આશરે 3000 રૂપિયાની સીલક, બેન્ક પાસબુક, અને ચેકબુક મળી આવતા ચોરી ગયા હતા.

સવારે દુકાનદારો આવતા તેમને પોતાના દુકાનના તાળા તૂટયા હોવાની ખબર પડતાં લોકટોળા ઉમટી પડ્યા હતા. વાહનોથી સતત ધબકતા માર્ગ અને પોલીસ ચોકી તેમજ પોલીસ પોઇન્ટ હોવા છતાં આ ચોરીનો બનાવ બનતા પોલીસને ચોરોએ ખુલ્લો પડકાર ફેંકેલ છે. પોલીસ શોપિંગ સેન્ટરના સીસીટીવી કેમેરાના ફૂટેજ લઇ નિશાચરોને ઝડપી પાડે તેવી માગ ઉઠેલ છે.

અન્ય સમાચારો પણ છે...