જંગી નુકસાન:સાધલી ગામે વીજલાઈન પર વીજળી પડતાં MGVCLના 3 TC ફૂંકાઈ ગયા

સાધલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંદાજીત ~ 45 લાખનું નુકસાન થયું : 3 ટ્રાન્સફોર્મરને મંગાવીને વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો

શિનોર તાલુકાના સાધલી ગામે ગતરોજ રાત્રી દરમિયાન વીજ લાઇન પર વીજળી પડતાં શિનોર MGVCLના 3 TC ફૂંકાઈ જતા અંદાજીત 45 લાખનું જંગી નુકસાન થવા પામ્યું હતું. ગતરોજ રાત્રી દરમિયાન શિનોર પંથકમાં ભારે પવન ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

તે દરમિયાન સાધલી ગામે નર્મદા કોલોની પેટ્રોલ પંપ, નવી નગરીમાં પાણીની ટાંકી તેમજ શિનોર રોડ પરના આરો પ્લાન પાસે આવેલ શિનોર MGVCLની વીજ લાઇન પર આકશી વીજ પડતાં મોટા ભડાકા સાથે 3 ટ્રાન્સફોર્મર ફૂંકાતાં સાધલીમાં રાત્રી દરમિયાન અંધારપટ છવાઈ ગયો હતો.

જ્યારે બનાવ સંદર્ભે શિનોર MGVCLને જાણ કરાતાં શુક્રવારે સવારે શિનોર MGVCLની ટીમ સાધલી ખાતે પહોંચીને તપાસ કરતાં 3 TC ફૂંકાઈ જતાં અંદાજીત 45 લાખ જેટલું નુકસાન થવા પામ્યું હતું. ત્યારબાદ ફૂંકાઈ ગયેલાં 3 ટ્રાન્સફોર્મરને તાત્કાલિક મંગાવીને વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવતાં શિનોર MGVCLના કર્મચારીઓની સરાહનીય કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...