પશુ પાલકની હાલત કફોડી:શિનોરમાં અજાણ્યા રોગના કારણે 35 જેટલા બકરા બકરીઓનાં મોત

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બકરા બકરીઓ સાથે પશુપાલક. - Divya Bhaskar
બકરા બકરીઓ સાથે પશુપાલક.
  • 20 બકરા-બકરીઓ પણ રોગની ઝપેટમાં છે, દોઢ લાખનું નુકસાન થતાં પશુપાલકની કફોડી હાલત

શિનોર તાલુકાના અંબાલી ગામે રહેતા એક પશુપાલક કે જેની પાસે 90 જેટલા બકરા બકરી છે. પણ છેલ્લા એક મહિનામાં તેના પશુઓ રોગની ઝપેટમાં આવતાં એક પછી એક એમ 35 જેટલા બકરાંઓનાં મૃત્યુ થયા હતા. જો યોગ્ય સારવાર નહિ મળે તો હજુ પણ વધુ પશુઓનાં મૃત્યુ થશે તેવા ડરથી પશુ પાલકની હાલત કફોડી બની છે.શિનોર તાલુકાના નર્મદા નદીના કાંઠે આવેલ અંબાલી ગામના કરણભાઈ ડાહ્યાભાઈ વસાવા પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન કરે છે. તેઓ પાસે 90 જેટલાં બકરાં અને બકરીઓ છે.

પણ છેલ્લા 1 માસથી તેના બકરા બકરીઓ કોઈ રોગની ઝપેટમાં આવેલ છે. અને આ કોઈ રોગના કારણે તેના 35 જેટલા બકરા બકરીઓ એક પછી એક મોત થયા છે. અને હજુ પણ તેના 20 જેટલા બકરા બકરીઓ રોગમાં સપડાયેલ છે. પશુપાલકે આ બીમાર બકરાઓની સારવાર માટે પશુ દવાખાનાના ડૉકટરને વિઝિટ અર્થે બોલાવ્યાં હતાં.તેમ છતાં પણ રોગની ઝપેટમાં આવેલાં બકરાઓમાં કોઈ સુધારો જોવા મળતો નથી. જેના કારણે છેલ્લા એક માસથી રોજના એક અથવા બે બકરાઓ મૃત્યુ પામી રહ્યાં છે.

આ બકરા બકરીઓ કયા રોગને કારણે મરી રહ્યા છે તેનું કારણ નહિ મળે તો હજુ પણ મોતનો આંક વધે તો નવાઈ નહિ. પશુ પાલકે છેલ્લા એક માસમાં 35 જેટલા બકરા બકરીઓ ગુમાવતાં તેને આશરે દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હાલ આ પશુપાલક ની હાલત કફોડી બનેલ છે. તંત્ર દ્વારા તેની ગંભીરતા સમજીને કોઈ પશુ ચિકિત્સ પાસે રોગનું કારણ શોધાય તે જરૂરી બન્યું છે. અન્ય પશુ પાલકો પણ આ રોગને કારણે ચિંતિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...