જાહેર અપીલ:આર્થિક રીતે સદ્ધર હોવા છતાં રેશનનું અનાજ મેળવતા કાર્ડ ધારકોને અપીલ

શિનોર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NFSA અંતર્ગત પોતાના હકો જતા કરવા અરજી કરવાની રહેશે

શિનોર તાલુકાના મામલતદાર વી.વી વાળા દ્વારા એક જાહેર અપીલ કરીને શિનોર તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકોને જણાવેલ છે કે સરકારના તા. 22/7/2014ની જોગવાઈ મુજબ રેશનકાર્ડથી વિતરણ થતું અનાજ ગરીબો માટે છે. જેથી આ મુજબની પાત્રતા વાળાને મળવાપાત્ર નથી.

(1) ચાર કે તેથી વધુ પૈડાં વાળુ વાહન ધરાવતો હોય (2) કુટુંબમાં કોઈ સરકારી કર્મચારી હોય (3) કુટુંબનો સભ્ય રૂપિયા 10,000થી વધુ માસિક આવક ધરાવતો હોય (4) ઇન્કમટેક્સ ભરતો હોય (5) પાંચ એકર કે તેથી વધુ પિયાત વાળી જમીન ધરાવતો હોય (6) પેન્શન લેતો હોય (7) આર્થિક સુખાકારી ધરાવતો હોય (8) શહેરી વિસ્તારમાં ધાબા વાળું મકાન હોય (9) ખાનગી કંપનીમાં 10,000થી વધુ માસિક આવક ધરાવતો હોય. આવા લોકોના કારણે સરકારને વધુ બોજ પડે છે.

આવા કાડૅ ધારકોએ તારીખ 30 જુલાઈ સુધીમાં સ્વેચ્છાએ NFSA યોજના અંતર્ગત પોતાનો હક જતો કરવા મામલતદાર કચેરી પુરવઠા શાખા ખાતે અથવા જે તે દુકાનદારની દુકાને રેશનકાર્ડની નકલ જોડી અરજી કરવી. તેમાં ચૂક થશે તો 23 જુલાઈ પછી જો આવા કોઈ કેસો ધ્યાનમાં આવશે, તો વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી લીધેલ અનાજની રિકવરી તથા કાયદેસરની કાર્યવાહી, તેમજ જરૂર જણાયે ફોજદારી ગુનો દાખલ કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...