ભાસ્કર વિશેષ:શિનોર તાલુકાની 40 ગ્રામ પંચાયતોના સરપંચની બેઠકોની જાહેરાત : 19 મહિલા અનામત રખાઈ

શિનોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોમાં કહીં ખુશી કહીં ગમ

શિનોર તાલુકાની 40 ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્ય તથા અનામત બેઠકોની જાહેરાત તત્કાલીન જિલ્લા કલેક્ટર વડોદરા દ્વારા કરવામાં આવેલ છે. જેમાં સ્ત્રી બેઠકો, અનુસૂચિત આદિજાતિ, અનુસૂચિત જાતિ, સામાન્ય સૌક્ષણિક પછાતની બેઠકો વારાફરતી રાખવા નિયમ મુજબ જાહેરનામું બહાર પાડેલ છે.+

જિલ્લા કલેક્ટર વડોદરા અને રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી તત્કાલીન શાલીની અગ્રવાલ દ્વારા તા.12 જુલાઈ 2021ના રોજ વારાફરતી અનામત બેઠકોની નિયમાનુસાર જાહેરાત કરાતાં, તાલુકામાં ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમ દેખાય છે. નાણાંપંચના નાણાંની ગ્રાન્ટ સીધી પંચાયતોના ખાતામાં જમા થતી હોઇ ગામડાઓમાં પણ સરપંચ થવા યુવાનો સાથે અનેક લોકો સોગઠાં ગોઠવી રહ્યા છે.

તાલુકાની 40 ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્ય તથા અનામત બેઠકો
(1) આનંદી - અનુ.જાતિ.સ્ત્રી (2) મોલેથા - અનુ.જાતિ સ્ત્રી (3) મીઠોળ - અનુજાતિ (4) અચીસરા - અનુ.આદિજાતિ સ્ત્રી (5) સેગવા - અ. આ.જાતિ (સ્ત્રી) (6) ઝાઝળ - અ.આ જાતિ (સ્ત્રી) (7) સતિસાણા - અ. આ જાતિ (સ્ત્રી) (8) કંજેઠા - અ આ જાતિ સ્ત્રી (9) નાના હબીપુરા - અ આ જાતિ સ્ત્રી (10) ટીંગલોદ - અ આ જાતિ સ્ત્રી (11) કુક્સ - અનુ.આદિ જાતિ (12) માજરોલ - અનુ.આદિ જાતિ (13) ભેખડા - અનુ.આદિ જાતિ (14) બાવળિયા - અનુ.આદિ જાતિ (15) બીથલી (દરિયાપુરા) - અનુ.આદિ જાતિ (16) બરકાલ - અનુ.આદિ જાતિ (17) અવાખલ - સા.શૈ.પછાત સ્ત્રી (18) દામનગર - સા.શૈ.પછાત સ્ત્રી (19) માંડવા - સા શૈ પછાત (20) મોટા ફોફળિયા - સા.શૈ.પછાત (21) અંબાલી - મહિલા સામાન્ય અનામત (22) છાણભોઇ - મહિલા સામાન્ય અનામત (23) દામાપુરા -મહિલા સામાન્ય અનામત (24) દિવેર - મહિલા સામાન્ય અનામત (25) ગરાડી - મહિલા સામાન્ય અનામત (26) માલસર - મહિલા સામાન્ય અનામત (27) માલપુર - મહિલા સામાન્ય અનામત (28) મોટા કરાળા - મહિલા સામાન્ય અનામત (29) સાધલી - મહિલા સામાન્ય અનામત છે. જ્યારે બાકીની નીચે મુજબ તમામ બેઠકો બિન અનામત સામાન્ય જેમાં (30) નાના કરાળા (31) પુનિયાદ (32) સાંધા (33) સિમળી (34) શિનોર (35) સુરાશામળ (36) તરવા (37) તેરસા (38) ટીમબરવા (39) ઉતારાજ અને (40) વણીયાદ.

અન્ય સમાચારો પણ છે...