હાહાકાર:ઢીંગલો ગામે અજાણ્યો શખ્સ મરેલાં મરઘાં નાંખી જતાં રોષ

શિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃત મરઘાંને કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફલાઈ - Divya Bhaskar
મૃત મરઘાંને કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફલાઈ

શિનોર તાલુકાના ઢીંગલો ગામે નવીનગરી પાસે રાજ્ય ધોરી માર્ગ નજીક બે દિવસ પૂર્વે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા 70 જેટલા મરેલા મરઘા ફેંકી જતા લોકોમાં રોષ વ્યાપેલ છે. ઢીંગલો ગામ સાવલી-કરજણ રાજ્ય ધોરી માર્ગ પર આવેલ છે. આ ગામની નવી નગરી પાસે રાજ્ય ધોરીમાર્ગથી નદી બે દિવસ પૂર્વે કોઈ અજાણ્યો શખ્સ 70 જેટલા મરેલા મરઘા નાંખી ગયો છે. આ મરેલા મરઘા નાંખી ગયા બાદ નવીનગરી વિસ્તારમાં આ મળેલા મરઘાની ભારે દુર્ગંધ ફેલાયેલી છે. મરઘાના દુર્ગંધથી વાહનચાલકોને પણ ભારે વિદ્યા પડે છે. હાલમાં આ મરેલા મરઘાઓ લઈને કુતરાઓ ગામમાં દોડધામ મચાવતા હોય છે. ગામના ફળિયામાં પણ આ મરઘાની દુર્ગંધથી ગ્રામજનોમાં હાહાકાર મચી ગયો છે. જ્યારે આ મરઘાને જો આ જગ્યા પરથી હટાવવામાં નહીં આવે તો ઢીંગલો ગામમાં ભારે રોગચાળો ફેલાવાની શક્યતા જણાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...