તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સાધલી બસ સ્ટેન્ડ પર ખાનગી વાહનોનંુ પાર્કિંગ કરાતાં રોષ

સાધલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બસ સ્ટેન્ડ પર બસ વાળવાની પણ જગ્યા નથી હોતી
 • સાધલી બસ સ્ટેન્ડ પર પોલીસ પોઈન્ટ મૂકવા માગ

સાધલી બસ સ્ટેનડ પર આખો દિવસ ખાનગી વાહનો તથા ગેર કાયદેસર મુસાફરોની હેરાફેરી કરતાં ખાનગી વાહનો બસ સ્ટેન્ડ વચ્ચો વચ મુકિ રાખતા હોય છે. આ વાહનોના કારણે ખેડૂતો ટ્રેક્ટર, ગાડા તેમજ પોતાના ઢોર લાવવા લઈ જવામા ખુબ જ તકલીફ પડતી હોય છે. બસ સ્ટેન્ડ પર બસ આવે ત્યારે બસ વાળવાની પણ જગ્યા હોતી નથી. પેસેન્જર વાહનો વાળાને હટાવવાનુ કહે તો દાદાગીરી કરતા હોય છે. આના કારણે મુસાફરો સાથે નાના મોટા ઝધડા પણ થતા હોય છે. આ બાબતે સાધલી પંચાયત દ્વારા ડી.એસ.પીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સાધલી આઉટ પોસ્ટમાં સ્ટાફ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો બેસી રહેતા હોય છે. તેમને બસ સ્ટેનડ પર કેમ નથી મોકલતા તેમ ચર્ચા થાય છે.

આમાં પોલીસનો મિલી ભગત હોય તેમ ગામ લોકોનુ માનવુ છે. જેથી ગ્રામજનોમા રોષ જોવા મળી રહ્યો છે.સાધલી બસ સ્ટેનડથી કરજણ રોડ રેલવે ફાટક તરફ પણ ગેર કાયદેસર મુસાફરોની હેરાફેરી કરતાં 2થી 3 વાગનો એકી સાથે મુકી રાખે છે. બસમા ઉતરવાની કે ચઢવાની પણ જગ્યા હોતી નથી. બસ આવેતો વાહનો હટાવતાં પણ નથી. અને ખુલ્લે આમ બુમો પાડતા હોય છે. આનાથી ટ્રાફિક થતો હોય છે. ફાટકની બહાર ઉભા રાખતા હતા. હવે કોઈ કહેનાર ના હોય તેમ વાહનો મુકિ રાખતા હોય છે. આના કારણે નાના વેપારીઓ ખુબ જ હેરાન થાય છે. બસ સટેનડ પર સવારે અને સાંજે લારીઓ તથા ટેમ્પા વચ્ચો વચ મુકિ દેતા હોય છે. અને લોક ટોળા ભેગા કરતાં હોય છે.

સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનુ પાલન થતુ નથી. શાકભાજીવાળા જોર જોરથી બુમો પાડતા હોય છે. આનાથી ટ્રાફિક થતો હોય છે. અને બીજી દુકાનોવાળા તેમજ મુસાફરો ખુબ જ હેરાન થાય છે. આ બાબતે સાધલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહિ કરવામાં આવતી નથી. જેથી સાધલી બસ સ્ટેન્ડ પર પોલીસ પોઈન્ટ મુકવામાં આવે તેવી સમગ્ર પથંકના મુસાફરો અને ગામ લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો