તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ટિમ્બરવા ગામે સૂતેલી મહિલા પર અજાણ્યા શખસનો હુમલો

શિનોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને મોટા ફોફળીયા CHCમાં ખસેડાઈ : ગળામાં 8 ટાંકા આવ્યા

શિનોર તાલુકાના ટિમ્બરવા ગામે તા 5 સપ્ટેમ્બરે વહેલી સવારના 5 વાગ્યાના અરસામાં કાચા ઘરમાં સુતેલી એક મહિલાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઇજા કરી કોઈ હરામખોર મહિલાની બૂમાબૂમથી ભાગી ગયો હતો. મહિલાને મોટા ફોફળીયા CHCમાં સારવાર માટે દાખલ કરાતા ગળાના ભાગે 8 ટાંકા આવ્યા છે. પોલીસ દ્વારા કોઈ ગુનો હજુ નોંધેલ નથી. ટિમ્બરવા ગામે છૂટાછેડા લીધા પછી વર્ષાબેન હરિભાઈ વસાવા પોતાની ઘરડી માતા તથા નાના પુત્ર સાથે ગામના દરવાજાની બાજુમાં કાચા કોટડામાં રહે છે.

આ વર્ષાબેનના લગ્ન અગાઉ થયા હતા પરંતુ પતિ મૃત્યુ પામતા, ફરીથી ફુલ હાર કરી વડોદરા કરાયા હતા. ત્યાં પણ વિવાદ થતાં 2 મહિના પહેલા છૂટાછેડા કરી પોતાની ઘરડી દાદી તથા પુત્ર સાથે ટિમ્બરવા ગામે રહે છે. તા. 5 સપ્ટેમ્બરના સવારના 5 વાગ્યાના અરસામાં કોઈ બાઇક સવાર ઘરમાં ઘૂસી સુતેલી વર્ષાના ગળા પર તીક્ષ્ણ હથિયારથી ઈજા કરતા જાગી ગયેલ વર્ષાએ બૂમાબૂમ કરતા બાઈકસવાર કાયાવરોહણ તરફ ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત વર્ષા બેનને મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાતા તેઓને ગળાના ભાગે 8 ટાંકા આવ્યા છે.

પરંતુ અન્ય કોઈ બીજી ઇજાઓ થયેલ નથી. CHC દ્વારા શિનોર પોલીસને ઇજાગ્રસ્ત અંગેનો રિપોર્ટ કરેલ છે. આ મહિલા ઉપર કોને, કયા કારણે હુમલો કર્યો તેની માહિતી હજુ પોલીસ શોધી શકી નથી અને આ હુમલા અંગે કોઇ ગુનો પણ નોંધાયો નથી. જોકે સાધલી ઓ.પી. દ્વારા ઇજાગ્રસ્તની રૂબરૂ મુલાકાત લઇ મહિલાનો જવાબ લેવાયાનું જાણવા મળેલ છે. તેમાં મહિલા આ અંગે કઈ જણાવતી નથી એમ જવાબ કરેલ છે. મહિલાના ગળા પર હથિયારથી ઈજા કર્યાની ચર્ચા ટોક ઓફ ટાઉન બનેલ છે.

અન્ય સમાચારો પણ છે...