તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ‘આપ’ દ્વારા આવેદન અપાયું

સાધલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિનોર મામલતદારને આવેદન આપી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને અંકુશમાં લેવા માગ

અસહ્ય મોંઘવારી ભ્રષ્ટાચાર અને ખેડૂતો પર થઈ રહેલા અત્યાચારના મુદ્દે ગુરુવારે બપોરે આમ આદમી પાર્ટી શિનોર તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને અંકૂશમાં લેવા માગ કરી છે. શિનોર તાલુકામાં અત્યારસુધીમાં માત્ર 109 એમએમ વરસાદ નોંધાયો છે. 10 દિવસથી વરસાદ નહીં વરસતા ખેડૂતોને વાવણી કરી ઉગાડેલા પાકને બચાવવાની ચિંતામાં છે.

બીજી તરફ જે જમીનમાં વાવણી નવી થઇ નથી તેવી જમીનોને ટ્રેક્ટરની ખેડી વાવણીલાયક તૈયાર કરવા ખેડૂતો મથી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રોજેરોજ પેટ્રોલના ડીઝલના ભાવ બેફામ રીતે વધી રહ્યા છે. મોંઘવારીએ સામાન્ય પ્રજાની કમર તોડી નાંખી છે. જ્યા જુઓ ત્યાં ભ્રષ્ટાચારની બૂમ સહિત ખેડૂતો પર થયેલા અત્યાચારના મુદ્દે આજ દિન સુધી કોંગ્રેસ પાર્ટી ક્યાંય દેખાતી નથી.

ભાજપના કાર્યકરોની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી છે. ત્યારે આ તમામ મુદ્દા સાથે મેદાનમાં આવેલી આમ આદમી પાર્ટીએ ગુરુવારે શિનોર મામલતદાર મેડમ વી.વી.વાળાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટી શિનોર તાલુકાના પ્રમુખ નિતીન જોશી, યુવા પ્રમુખ નિલેશ વસાવા તેમજ કિસાન સેલ જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ તથા ખેડૂત પ્રતિનિધિ તરીકે સુભાષ વ્યાસ અસહ્ય મોંઘવારી સાથે તાલુકામાં ભ્રષ્ટાચાર પણ માઝા મૂકી હોય આ તમામ બાબતો વચ્ચે પિસાઈ રહેલા ખેડૂતો અંગે ધ્યાન કેન્દ્રિત કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...