તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:શિનોરમાં 30 એન્ટિજન ટેસ્ટ પૈકી તમામ નેગેટિવ આવ્યા, છેલ્લા 16 દિવસમાં ફક્ત એક જ કોરોના કેસ

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • Rtpcrના સેમ્પલોનું રિઝલ્ટ હજી અપાયું નથી

શિનોર તાલુકાના આરોગ્યતંત્ર દ્વારા બુધવારે કરાયેલા 30 એન્ટિજન ટેસ્ટિંગ નેગેટીવ આવેલા છે, જ્યારે 61 Rtpcrના સેમ્પલ લઇ વડોદરા મોકલેલા છે. છેલ્લા 16 દિવસમાં ફક્ત એક જ કોરોના પોઝિટિવ મળેલો છે. આરોગ્ય તંત્ર કોરોના વેક્સિનની કામગીરીમાં જોતરાયા છે.તાલુકાના ત્રણ phc શિનોર, સાધલી અને સીમળી phc દ્વારા આજે 10 લેખે કુલ 30 એન્ટિજન ટેસ્ટ કરાયા હતા. જેમાં એક પણ કોરોના પોઝિટિવ મળ્યો નથી. આમ છેલ્લા 16 દિવસમાં ગઈકાલે તા.15ના રોજ ફક્ત એક કોરોના પોઝિટિવ મળ્યો છે.

કોરોના ધીમે ધીમે વિદાય લેતા લોકો પણ કોરોનાની ગંભીરતા લઈ રહ્યા નથી. કોવિડ-19ના નિયમોનું પાલન ભૂલી બિન્દાસ્ત હરે ફરે છે. આરોગ્યતંત્ર પણ હાલ કોરોના વેકસિનની કામગીરીમાં જોતરાયા છે. આરોગ્યતંત્ર દ્વારા 15387 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 5871 લાભાર્થીઓને બીજો ડોઝ અપાયેલો છે. વડોદરા તપાસ માટે મોકલાવેલા Rtpcrના સેમ્પલોનું રિઝલ્ટ તંત્ર દ્વારા છુપાવી રહયા હોય અપાતું નથી.

અન્ય સમાચારો પણ છે...