તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:શિનોરમાં બુધવારે 30 કોરોના એન્ટિજન ટેસ્ટમાં તમામ નેગેટિવ

શિનોર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુનિયાદમાં માતા-પુત્રીનો ખાનગી રિપોર્ટ પોઝિટિવ

શિનોર તાલુકાના આરોગ્યતંત્ર દ્વારા બુધવારે 30 એન્ટિજન ટેસ્ટિંગમાં દર્દીઓ નેગેટીવ આવતા 10મો દિવસ કોરોના વગર રહ્યોં છે. Rtpcrના 102 સેમ્પલ લઇ વડોદરા મોકલેલા છે.તાલુકાના આરોગ્યતંત્ર શિનોર, સાધલી અને સીમળી Phc દ્વારા 10 લેખે કુલ 30 એન્ટિજન ટેસ્ટ લેવાયા તે તમામ નેગેટિવ આવતા, આજે સતત 10માં દિવસે એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. સરકારી ટેસ્ટિંગમાં નેગેટીવ દર્શાવવાની હોડ વચ્ચે પુનિયાદ ગામે માતા 40 વર્ષ અને પુત્રી 20 વર્ષ ખાનગી રિપોર્ટમાં પોઝિટીવ આવતા હોમ ક્વોરન્ટાઇન થયા છે.પરંતુ આરોગ્યતંત્રના Rtpcrની પોલ ખુલ્લી પડી છે.

તાલુકામાં તાવ, શરદી, ખાંસી અને દુખાવાની ફરિયાદો વધી રહી છે. ત્યારે શિનોર તાલુકાનું આરોગ્યતંત્ર માત્ર કાગળ ઉપર કામગીરી કરી સબ સલામતની ડફલી વગાડી કોરોનાના સંક્રમણ જાણે અજાણે વધારી રહેલા છે. શિનોર તાલુકામાં Rtpcrના સેમ્પલો માત્ર કાગળ પર બતાવતા હોવાના પુરાવાઓ સાથે પોલ ખુલતા તારીખ 6ના 95, તારીખ 7ના 140, તારીખ 8ના 96 કુલ મળી 331ના રિઝલ્ટની માહિતી આરોગ્ય તંત્ર દ્વારા આજે પણ અપાઈ નથી. Rtpcr ટેસ્ટિંગમાં ખોટા દર્શાવાતા હોવાનું બહાર આવતા હાલમાં માત્ર 30 એન્ટિજન ટેસ્ટીંગ પણ શંકાના દાયરામાં આવેલા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિનોર તાલુકાના Rtpcr સેમ્પલોના લાભાર્થીઓની સ્થળ તપાસ કરે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...