તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિનોર તાલુકાના મોટા ફોફળીયા બાંગ્લાદેશ વિસ્તારમાં રહેતા આદિવાસી શ્રમજીવી પરિવારની સુમીત્રાબેન અશોકભાઈ વસાવા (ઉ.વ.17)ને વહેલી સવારે પોતાના ઘરના વાડામાં કપડા ધોઈને બાંધેલા તાર પર સુકવવા જતા કપડા સુકવવાના તાર નજીક લાઈનના બલ્બ માટેના વાયર જે કોઈ કારણસર વાયરનું ઈન્સ્યુલેટર ઉખડી જતાં તાર ખૂલ્લો થઈ ગયેલ તેને અડકી જતા વીજ પ્રવાહ ચાલુ હોવાથી જોરદાર ઝાટકો લાગતા સ્થળ પર જ તેણીનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પરિવારની વૃદ્ધા બબલીબેન ઈશ્વરભાઈ વસાવા (ઉ.વ. 65) દોડી જતા તેમણે અને રમેશભાઈ ચતૂરભાઈ વસાવા (ઉ.વ.35)ને પણ વીજ કરંટ લાગેલો હતો. સદભાગ્યે બંને બચી ગયા છે. ફળિયામાં એકત્ર થયેલાઓએ 108 મારફતે શ્રી સી.એ. પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. બનાવની જાણ શિનોર પોલીસમાં કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.