તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિત્રોને અકસ્માત:મોટા કરાળા પાસે ઝાડ સાથે કાર અથડાતાં યુવાનનું મોત

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાર ચાલકે કાબૂ ઘુમાવતાં અકસ્માત. - Divya Bhaskar
કાર ચાલકે કાબૂ ઘુમાવતાં અકસ્માત.
  • પોઇચા જવા નીકળેલા છાણી જકાતનાકાના મિત્રોને અકસ્માત
  • અન્ય 4 વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયાં

પોઈચા જવા નીકળેલા છાણી જકાત નાકાના મિત્રોની કાર મોટા કરાળા વળાંક પાસે માર્ગ પરથી નીચે ઊતરી જઈ ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું. જ્યારે અન્ય ચારને ગંભીર ઈજા થઈ હતી.

છાણી જકાતનાકાના મિત્રો રવિવારે સવારે 11 કલાકે પોઈચા જવા નીકળ્યા હતા. સેગવા ચોકડીથી આગળ મોટા કરાળાના વળાંક પર ચાલક વિશાલ સિંગે કાબૂ ગૂમાવતાં કાર રોડ પરથી નીચે ઊતરી ઝાડ સાથે ભટકાતાં તેનું મોત થયું હતું. જ્યારે કારમાં સવાર નિશાંતસીંગ, ભોમરાજસીંગ, શ્વેતાબેન અને દિપકભાઇને ઈજા થતાં દવાખાને ખસેડાયાં હતાં. ભોમરાજસીંગએ બનાવની જાણ કરતાં દોડી આવેલા પરિવારજનોએ કારમાં ફસાયેલી લાશ બહાર કાઢી હતી. શિનોર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફોફળિયાના દવાખાને મોકલ્યો હતો. શિનોર પીએસઆઇ વી.એસ.ગાવિત તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...