શિનોર તાલુકા ના ખેડૂતો દ્વારા થતી ખેતી પાકોમાં ડુક્કર, નિલગાય સહિતના પશુઓથી ખેતીપાકોને પહોંચતા મોટા નુકસાનને અટકાવવા તાર ફેન્સીગ યોજના અનિવાર્ય બની છે. પરંતુ ખેડૂતોને તાર ફેન્સીગ યોજનાનો લાભ નહીં મળતાં, ખેડૂતો દ્વારા ખેતી પાકને થતું નુકશાન અટકાવવા વિવિધ નુસખા અપનાવવાની ફરજ પડી રહી છે. ત્યારે ખેડૂત નેતાઓ રાજકીય આગેવાનો સરકારમાં રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.
કૃષિ પ્રધાન ગણાતા ભારત વર્ષમાં, ખેતીને અગ્રીમતા આપી રહેલી સરકાર દ્વારા, કૃષિ વિષયક અનેક યોજનાઓ જાહેર કરી અમલી બનાવાય છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં ખેતીપાકોમા ડુક્કર, નિલગાય સહિતના પશુઓથી ખેતીપાકોને પહોંચતા નુકસાનને અટકાવવા તાર ફેન્સીંગ અનિવાર્ય બની છે. સરકાર દ્વારા તાર ફેન્સીંગની યોજના પણ જાહેર કરાયેલી છે. પરંતુ વડોદરા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાસે મોટા બ્લોકમાં જમીન ના હોય, વડોદરા જીલ્લાના ખેડૂતોને તાર ફેન્સીંગ યોજનાનો લાભ મળતો નથી.
જેના કારણે આર્થિક રીતે થોડા સક્ષમ ખેડૂતો સ્વખર્ચે, જ્યારે જે ખેડૂતો આર્થિક રીતે પહોંચી શકે તેમ નથી તેવા ખેડૂતોને ખેતી પાકને બચાવવા લાકડાના ડંડા રોપી તાર મારવાની કે પછી ખેતરની ફરતે સાડીઓની આડસ ઉભી કરવાની ફરજ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ આ યોજના માટે ખેડૂતોએ દોડધામ કરી કરેલી અરજીઓ પૈકી મંજુર થયેલી અરજીઓ અંગે આજદીન સુધી, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળેલું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.