તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:શિનોર તાલુકામાં 4 દિવસ બાદ કોરોનાનો નવો એક કેસ નોંધાયો

શિનોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માસ્ક ન પહેરનાર 11 વ્યક્તિઓને દંડ ફટકારાયો

શિનોર તાલુકામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન ઘટવા લાગ્યું છે. શિનોર તાલુકામાં મંગળવારે શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક કોરોનાનો નવો પોઝિટિવ કેસ આવેલ છે. જેમાં ઝાંઝર ગામનો 23 વર્ષનો યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે મોટા ફોફળીયા મુકામે કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. શિનોર તાલુકાના સાવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના 20 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નેગેટીવ આવેલ છે. જ્યારે સીમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 20 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે. શિનોર તાલુકામાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા આરોગ્ય વિભાગની પ્રસંશનીય કામગીરી જણાય છે. શિનોર તાલુકામાં શિનોર પોલીસ દ્વારા પણ સમગ્ર તાલુકામાં પીએસઆઇ ગામીત તથા પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ સમગ્ર તાલુકામાં કરવામાં આવે છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનાર તથા માસ્ક નહી પહેરનારા સામે શિનોર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે.

ગઈકાલે શિનોર પોલીસ દ્વારા શિનોર અને અને સેઘવા આઉટ પોસ્ટના સ્ટાફ દ્વારા શિનોર તાલુકામાં માસ્ક ન પહેરનારા કુલ 11 વ્યક્તિઓ સામે રૂપિયા એક હજાર લેખે 11000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિયમોના ભંગ કરનાર ત્રણ વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો