આત્મહત્યા:તેરસા ગામે પરપ્રાંતીય યુવકની ગળા ફાંસો ખાઇને આત્મહત્યા

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંબાની ઝાડની ડાળી ઉપર ગળે દોરડું બાંધી ફાંસો ખાધો
  • મૃતક માનસિક બીમાર તથા દેવંુ થતાં લીધેલું પગલું

શિનોરના તેરસા ગામે માનસિક બીમારીથી પીડાતા પરપ્રાંતીય યુવકે દેવું થવાથી લાગી આવતાં આંબાના ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. શિનોર પોલીસે તપાસ હાથ ધરી છે. શિનોર તાલુકાના તેરસા ગામે દિલીપકુમાર આર્ય, ઉં. 38, હાલ રહે.તરસાલી, વડોદરા, મૂળ રહે. રામનગર, તા. ફરીદા, જિ.મહારાજ ગંજ, (યુપી) મચ્છી ઉછેરમાં મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હતા.

ઘણા સમયથી તે માનસિક બીમારીથી પીડાતા હતા. તેરસામાં મચ્છી ઉછેર માટે તેમણે 40,000ના માસિક ભાડે તળાવ રાખેલું હતું. ધંધામાં નાણાનું રોકાણ થતાં અને દેવું થઈ જતાં વડોદરાનું મકાન ગીરવે મૂકી દીધું હતું. હવે દેવું ભરપાઈ કરી શકાશે નહીનું મનમાં લાગી આવતાં કૂકસ જવાના માર્ગ ઉપર નાળા પાસેના ખેતરના સેઢા પર આંબાના ઝાડની ડાળી ઉપર તેમણે ગળે દોરડું બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. શિનોર પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...