અકસ્માત:સેગવા ચોકડીથી શિનોર જવાના માર્ગ પર પિકઅપ વાને ટક્કર મારતાં આધેડનું મોત

શિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આધેડ વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા : વાનનો ડ્રાઈવર ફરાર થતાં તેને શોધવા ચક્રો ગતિમાન કરાયા

શિનોર તાલુકાના સેગવા ચોકડીથી શિનોર જવાના રાજ્ય ધોરી માર્ગ પર ખાતરની ફેકટરી નજીક સેગવા ગામના આધેડને વહેલી સવારે દૂધના પીકઅપ વાને ટક્કર મારતા સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. પીકઅપ વાન પલટી ખાઈ રોડની બાજુમાં ઉતરી ગયેલ છે. મૃતકના પુત્રએ ફરિયાદ શિનોર પોલીસને નોંધાવતા અકસ્માત ગુનો નોંધી ફરાર થયેલ ડ્રાઇવરને શોધવાના ચક્રો ગતિમાન કરેલ છે.

શિનોર તાલુકાના સેગવા ગામના પટેલ ભોગીલાલ હરગોવિંદભાઈ (ઉ.55) 4 જૂનના સવારે 5-30 વાગ્યે સેગવા ચોકડીથી શિનોર તરફ ખાતરના કારખાના તરફ ચાલવા નીકળ્યા હતા. તે દરમિયાન સેગવા ચોકડીથી શિનોર તરફ દૂધનું પીકઅપ વાન પૂરઝડપે જતું હતું. વાનના ચાલકે રોડની સાઈડમાં ચાલતા ભોગીલાલને ટક્કર મારતા વાન રોડ સાઈડ ઉતરી પલટી ખાઈ ગઇ હતી. અકસ્માતમાં ભોગીલાલને નાકના ભાગે ડાબા કાનમાં તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોઇ સ્થળ પર તેમનું મોત થયું હતું. વાનનો ડ્રાઈવર અકસ્માત કરી ભાગી ગયો હતો. અકસ્માતની જાણ થતા મૃતકના પુત્રે શિનોર પોલીસને ફરિયાદ કરી છે. શિનોર પોલીસે કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપેલ છે. અકસ્માત કરી ભાગી ગયેલ ડ્રાઈવરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...