તપાસ:શિનોરના એક ગામમાં ખુલ્લી જગ્યામાં પાંચેક મહિનાનું મૃત ભૃણ મળી આવ્યું

શિનોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે પોલીસને જાણ કરી ભૃણનો નિકાલ કરનાર યુવતી સામે ફરિયાદ નોંધાવી

શિનોર તાલુકાના એક ગામમાં ખુલ્લી જગ્યામાં પાંચેક મહિનાનું મૃત ભૃણ મળી આવતા ગામના સરપંચને જાણ થઈ હતી. આથી તેમને લગ્ન માટે સગાઈ થયેલી પણ હજુ લગ્ન થયેલ નથી તેવી યુવતીએ ગર્ભનો નિકાલ કરવા ખૂલ્લામાં ત્યજી દેવાનો ગુનો કરતાં તેણીની સામે ફરિયાદ નોંધાવી છે. શિનોર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શિનોર તાલુકાના એક ગામમાં ખરીવાળા વગાની બાજુમાં પાંચેક માસનું ત્યજી દેવામાં આવેલું ભૃણ પડેલ હોવાની વાત ગામના સરપંચને જાણવા મળી હતી. તેમને ડે. સરપંચને વાત કરતા બન્ને જોવા જતા ત્યાં લોકટોળું એકત્ર થયેલ હતું.

સરપંચે પોલીસને જાણ કરી હતી. પોલીસ સાથે ગામમાં તપાસ કરતાં ગામની યુવતીનું બે વર્ષ પહેલાં આમોદ તાલુકાના એક ગામના યુવક સાથે લગ્ન નક્કી કરેલ પણ લગ્ન થયેલ ન હતાં પણ યુવતી થનાર પતિના ઘરે આવ-જા કરતી અને થનાર પતિ પણ હાલમાં ઘણા સમયથી અહીં ગામમાં રહેતા હોઈ તેઓ બન્ને શરીર સબંધ બાંધતા ગર્ભ રહી જતા પાંચ માસના ગર્ભનો છૂપી રીતે કોઈને ખબર ના પડે તે માટે તેનો નિકાલ કરવા ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં ત્યજી દીધાનું લોકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું.

ગામના સરપંચે ગુનો કરનાર યુવતી સામે ઇ.પી.કો કલમ 318 મૂજબ ફરિયાદ નોંધાવી છે. શિનોર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. હાલમાં અનેક સમાજોના લોકો ચાંદલા અને લગ્ન નક્કી કરી રિંગ સેરેમનીની વિધિ પછી છોકરીને સાસરીમા તથા ફરવા મોકલનારા મા-બાપ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.

અન્ય સમાચારો પણ છે...